ગુજરાતટ્રેન્ડિંગ

રાજકોટ: ક્ષત્રિય સંકલ સમિતિના સભ્ય પી.ટી. જાડેજાના હવે સુર બદલાયા

Text To Speech
  • સંકલન સમિતિને લઈ પી.ટી.જાડેજા અનેક ખુલાસાઓ કરી શકે છે
  • ઓડિયો મેસેજથી પ્રેસર ટેકનિક અપનાવ્યાની પણ ચર્ચાઓ
  • સોશ્યલ મીડિયામાં હજારો યુવાનો મારા સમર્થનમાં : પી.ટી.જાડેજા

રાજકોટમાં સંકલન સમિતિના સભ્ય પી.ટી.જાડેજાએ ઓડિયો ક્લિપની સ્પષ્ટતા કરી છે. જેમાં જણાવ્યું છે કે રાજીનામુ આપવાનું કહ્યું હતું પણ મેં રાજીનામુ આપ્યું નથી અને આપવાનો પણ નથી. સોશ્યલ મીડિયામાં હજારો યુવાનો મારા સમર્થનમાં આવ્યા છે. સંકલન સમિતિ મારા સમર્થનમાં ન આવતા મે નારાજગી વ્યક્ત કરી હતી.

સાયબર ક્રાઇમમાં હું આ અંગે ફરિયાદ કરીશ: પી.ટી.જાડેજા

સંકલન સમિતિ કાયમ રહેશે. 14 જણાની કમિટીમાંથી કોણ ફૂટ્યો તે જાણવા જેવું છે. સાયબર ક્રાઇમમાં હું આ અંગે ફરિયાદ કરીશ. ગદ્દાર કોણ છે ? એક જ છે તેને અમે ખુલ્લો પાડીશું. આજે અથવા કાલે સંકલન સાથે ચર્ચા કરીશ. અગાઉ વાત સામે આવી હતી કે રાજકોટમાં ક્ષત્રિય સંકલ સમિતિના સભ્ય પી.ટી. જાડેજાએ રાજીનામું આપી દીધું છે. જેમાં પી.ટી. જાડેજાએ જણાવ્યું છે કે સંકલન સમિતિ શું છે એનો પર્દાફાશ કરીશ. તૃપ્તિબા સહિત 5 લોકોના પુરાવા મારી પાસે છે. મે શબ્દોમાં મર્યાદા રાખી છે. જેમાં ક્ષત્રિય સંકલ સમિતિના સભ્ય પી.ટી. જાડેજાના હવે સુર બદલાયા છે.

આ પણ વાંચો: સુરત ડાયમંડ બુર્સમાં બાકીની 300 દુકાનો વેચવા સામે મનાઇ હુકમને ગુજરાત હાઇકોર્ટે રદબાતલ ઠરાવ્યો

સંકલન સમિતિને લઈ પી.ટી.જાડેજા અનેક ખુલાસાઓ કરી શકે છે

 પી.ટી જાડેજા રાજકોટ સહિતના સંમેલનમાં વારંવાર રૂપાલા અને ભાજપ સામે હુંકાર કરી ચૂક્યા છે. જાહેર મંચ અને મીડિયા સમક્ષ અનેક વખત પીટી જાડેજા આગવા અંદાજમાં અસ્મિતા લડત વિશે બોલ્યા હતાં. સંકલન સમિતિને લઈ પી.ટી.જાડેજા અનેક ખુલાસાઓ કરી શકે છે. સંકલન સમિતિને લઈ પી.ટી.જાડેજાએ અલગ-અલગ વાતો પર આક્ષેપ કર્યા છે. જુદી જુદી 6 ઓડિયો ક્લીપ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ છે. જેમાં ઓડિયો ક્લિપમાં જણાવાયું હતુ કે, પી.ટી.જાડેજાએ સંકલન સમિતિમાંથી રાજીનામું આપ્યું છે.

ઓડિયો મેસેજથી પ્રેસર ટેકનિક અપનાવ્યાની પણ ચર્ચાઓ

પી. ટી.જાડેજાએ કહ્યું તૃપ્તિબા રાઓલ સહિત 5 વ્યક્તિઓના પુરાવા મારી પાસે છે. હું પ્રેસ કોન્ફરન્સ કરીને સમાજને પુછીશ કે, શા માટે સંકલન સમિતિ મારી સાથે નથી? ક્ષત્રિય સમાજના અલગ અલગ ગ્રુપ અને સોશિયલ મીડિયામાં એક ઓડિયો વાઇરલ થઈ રહ્યો છે. પીટી જાડેજાએ ઓડિયોમાં સંકલન સમિતિને ગદ્દાર ગણાવી છે. મહિલા સહિત પાંચના ધંધાના પુરાવા હોવાનો દાવો કર્યો છે. અલગ અલગ છ ઓડિયો મેસેજ કરીને સંકલન સમિતિના હોદ્દેદારોને પી.ટી જાડેજા દ્વારા ધમકાવવાનો પ્રયાસ થઈ રહ્યો હોવાનું સામે આવ્યું છે.

Back to top button