રંગીલુ રાજકોટ ફરી એકવાર ચર્ચામાં છે. રાજ્યમાં શહેરી વિસ્તારોમાં સૌથી પહોળો સિક્સલેન રોડ રાજકોટમાં બનવા જઈ રહ્યો છે. ગૌરવપથ કાલાવડ રોડ પર રાજ્યનો સૌથી પહોળો રોડ બનાવવામાં આવશે. રાજકોટ કાલાવડ રોડ કે જ્યાં સૌથી વધુ ટ્રાફિક સમસ્યાઓ છે ત્યાં સિક્સલેન રોડ બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે, જેના કારણે ટ્રાફિકના ભારણને ઓછું કરી શકાય. 5 કિલોમીટર લાંબાને 45 મીટર પહોળા રોડ બનાવવા માટે 120 જેટલી મિલ્કતો કપાતમાં જશે. કાલાવડ પર કેકેવી ચોકથી અવધ રોડ સુધી આ સીક્સ લેન રોડ બનશે. આ સિક્સ લેન બનતા જ રંગીલા રાજકોટમાં વધુ એક મોરપીંછ ઉમેરાશે.
રોડ પહોળો બનાવવા 120થી વધુ મિલકત કપાતમાં આવશે
માહિતી પ્રમાણે, રાજ્યમાં શહેરી વિસ્તારોમાં સૌથી પહોળો રોડ રાજકોટમાં બની રહ્યો છે. જેમાં રોડની પહોળાઇ વધારવામાં લગભગ 120થી વધુ મિલકતો કપાત થશે. અહીં રસ્તામાં રેસ્ટોરન્ટ પણ છે અને પાર્ટીપ્લોટ પણ આવેલા છે. અગાઉ આ કામ રૂડા હસ્તક હતું. પરંતુ હવે આ સંપૂર્ણ કામ રાજકોટ મનપા દ્વારા કરવામાં આવશે.
રાજકોટના ગૌરવપથ કાલાવડ રોડ પર સૌથી પહોળો રોડ બનવા જઈ રહ્યો છે, જેના કારણે સમગ્ર રાજ્યમાં એક આગવી ઓળખ બની રહેશે. રાજકોટ કાલાવડ રોડ કે જ્યાં સૌથી વધુ ટ્રાફિકની સમસ્યાઓ સર્જાઈ છે ત્યારે કાલાવડ રોડ પર સિક્સલેન રોડ બનાવવાનો નિર્ણય લેવાયો છે. કાલાવડ પર કેકેવી ચોકથી અવધ રોડ સુધી 5 કિલોમીટર લંબાઈને 45 મીટર પહોળા રોડ માટે 120 જેટલી મિલ્કતો કપાશે. જે માટે તમામ મિલકતધારકોને નોટિસ આપવામાં આવી હોવાની માહિતી મળી રહી છે.
15 મીટરનો વધારો કરી 45 મીટરનો રસ્તો બનશે
કાલાવડ રોડ પર આવેલ કેકેવી હોલથી મોટોમવા સુધી અને મોટા મવાથી કાલાવડ હાઇવેને જોડતા અવધ રોડ સુધી 5 કિ.મી.ના રોડને પહોળો કરાશે. આ રોડની હાલની પહોળાઇ 30 મીટર જેટલી છે જેમાં 15 મીટરનો વધારો કરી 45 મીટરનો એટલે કે સિક્સલેન જેવો બનાવાશે.