રાજકોટ: મારવાડી યુનિ.ની ગર્લ્સ હોસ્ટેલમાં છોકરીએ બીજીનો ન્હાતી હોય તેવો વીડિયો વાયરલ કર્યો
- વીડિયો મુદ્દે મારવાડી યુનિવર્સિટીમાં વિધાર્થીઓના ટોળા ભેગા થતા પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી
રાજકોટ, 23 સપ્ટેમ્બર: રાજકોટની મારવાડી યુનિવર્સિટી ફરી વિવાદમાં ફસાઈ છે. મારવાડી યુનિવર્સિટીની ગર્લ્સ હોસ્ટેલમાં એક છોકરીએ બીજી છોકરીનો ન્હાતી હોય તેવો વીડિયો ઉતારીને વાયરલ કર્યો છે. આવું થતાં બન્ને છોકરી વચ્ચે મારામારીના દ્રશ્યો પણ સર્જાયા હતા. છોકરીના આ વીડિયો મુદ્દે મારવાડી યુનિવર્સિટીમાં વિધાર્થીઓના ટોળા ભેગા થતા પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી, હોસ્ટેલમાં રહેતી આંધપ્રદેશની બે છોકરીઓ વચ્ચે આ વિવાદ થયો હતો.
છોકરીનો ન્હાતી હોય તેવો વીડિયો બનાવ્યો
યુનિવર્સિટીમાં છોકરીના આ વીડિયો મામલે બબાલ થઈ હતી, એક જ રૂમમાં રહેતી બંને વિધાર્થીનીઓ વચ્ચે આ બબાલ સર્જાઈ હતી, એક વિધાર્થીની ન્હાતી ન્હાવા ગઈ તે વખતે અન્ય વિધાર્થીનીએ તેનો વીડિયો ઉતારી વાયરલ કર્યો હતો. સમગ્ર ઘટનામાં બન્ને છોકરીઓ સગીર હોવાથી હજી સુધી કોઈ પોલીસ ફરિયાદ નોંધાઈ નથી, પરંતુ કોલેજના તંત્ર તરફથી બન્ને વિધાર્થીનીઓના માતા-પિતાને બોલાવવામાં આવ્યા છે. સમગ્ર ઘટનામાં પોલીસ અને યુનિવર્સિટી બન્નેની કાર્યવાહી થયાં બાદ વધુ તપાસ થઈ શકે છે.
બબાલ વધતાં આ વિવાદ વકર્યો
આ ઘટનાને પગલે યુનિવર્સિટીમાં અન્ય વિધાર્થી અને વિધાર્થીનીઓના ટોળા એકત્ર થઈ ગયા હતા અને વિવાદ વકર્યો હતો, સમગ્ર ઘટના સાથે સાથે સંબંધિત બંને છોકરીઓ એન્જિયરીંગમાં અભ્યાસ કરે છે અને તેમના વાલીઓને ઘટનાની જાણ કરવામાં આવી છે તેમજ વાલીઓના આવ્યા બાદ પોલીસ ફરિયાદ અંગે નિર્ણય લેવામાં આવશે હાલ તો નિવેદન લઇ છોકરીઓને જવા દેવામાં આવી છે. અગાઉ પણ ઘણીવાર મારવાડી યુનિવર્સિટી વિવાદમાં આવી હતી. પોલીસની એક ટીમ હાલ હોસ્ટેલમાં છે જેથી વિવાદ વકરે નહી.
અગાઉ આ યુનિવર્સિટીમાં ગાંજો મળી આવ્યો હતો
ઉલ્લેખનીય છે કે, હંમેશા વિવાદમાં રહેતી રાજકોટની આ મારવાડી યુનિવર્સિટીમાં અગાઉ ગાંજાના છોડ મળી આવ્યા હતા તેમજ પોલીસે આ મામલે FSLમાં છોડ મોકલ્યા હતા તેમાં પણ બહાર આવ્યું હતું કે ગાંજાના છોડ હતા, એટલે યુનિવર્સિટીને છાંટા ઉડયા છે, કોલેજના વિધાર્થીઓ દ્રારા આ ગાંજાના છોડ વાવવામાં આવ્યા હતા. જ્યારે યુનિવર્સિટીમાં ગાંજાના છોડ ઉગાડવાની વાત બહાર આવ્યા બાદ આ મામલે NSUI દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યા હતા.
આ પણ જૂઓ: ભુજઃ 4,00,000ની લાંચ માંગવાના કેસમાં તલાટી સહિત બેની ધરપકડ