કચ્છ - સૌરાષ્ટ્રગુજરાત

રાજકોટ : કલેકટર કચેરીમાં લેન્ડગ્રેબિંગની તપાસ માટેની અરજીઓના ઢગલા !

Text To Speech

રાજકોટ : રાજકોટ શહેર તેમજ જિલ્લામાં લેન્ડગ્રેબિંગના કેસોનો ભરાવો થઇ રહ્યાની ચોંકાવનારી માહિતી બહાર આવી છે. દર મહિને માંડ એકાદ વખત 44ની લેન્ડગ્રેબિંગમાં 25થી 35 કેસ મુકાય છે તેમાં પાંચ-સાત કેસમાં ફોજદારી થાય છે. બાકી કેસ ફાઇલ થાય છે કે કેમ ? અથવા જમીન કૌભાંડ, માલિકી તેમજ ભૂમાફિયા વિરુદ્ધના પુરાવા કેસમાં પુરતા પ્રમાણમાં જોડ્યા ન હોય તો પણ કલેકટર વિભાગ ફરી વિસ્તૃત માહિતી મંગાવે છે.

સરકારી જમીન હડપ કરી જનારાઓ માટે આકરો નિયમ અમલમાં મુકાયો
લેન્ડગ્રેબિંગ કમિટીમાં કલેકટર અધ્યક્ષ કે જિલ્લા વિકાસ અધિકારી, નિવાસી અધિક કલેકટર, જિલ્લા પોલીસ અધિકારી તેમજ પોલીસ કમિશ્ર્નર વિગેરે સભ્યો છે. રાજ્યમાં લેન્ડગ્રેબિંગ એકટ અંતર્ગત કાયદો અમલમાં આવ્યા બાદ દરેક જિલ્લામાં સરકારી જમીન હડપ કરનારા ભૂમાફિયાઓ ઉપર તંત્રની તવાઇ ઉતરી હતી. ખાસ કરી સરકારી જમીન કરતા ખાનગી માલિકીની જમીનમાં દબાણ, એનઆરઆઇ દ્વારા પ્લોટ હડપ કરી જવા સહિતના બનાવો અંગે ફરિયાદો વધી હતી.

ખાનગી જમીન ધારકોને વહીવટી તંત્ર તરફથી ન્યાયની વધુ અપેક્ષા
રાજકોટમાં સરકારી જમીન હડપ કરતા ભૂમાફિયાઓ સામે પોલીસ ફરિયાદ થાય છે તેની સરખામણીએ ખાનગી માલિકીની જમીનમાં પેશકદમી કરનારા સામેની ફરિયાદમાં પણ લોકોને કલેકટર તરફથી ન્યાયની વધુ અપેક્ષા હોય છે. પોલીસ કમિશ્નર અને પ્રાંત તરફથી મંગાવાતી વિગતોમાં વિરોધાભાષની સાથોસાથ થતો વિલંબ સામાન્ય રીતે જિલ્લા કલેકટર કચેરીમાં ભૂમાફિયાઓ વિરુદ્ધ સપ્તાહમાં અનેક અરજીઓ કચેરીના રજિસ્ટ્રી શાખામાં ઇનવર્ડ થાય છે.

અરજી દાખલ કરવા માટે લેવાતી ફી રૂ.2000 સરકારની તિજોરીમાં થાય છે જમા
અરજી દાખલ (ઇનવર્ડ) કરતી વખતે જરૂરી રકમ રૂ. બે હજાર ચલણ સ્વરૂપે જમા કરાવવી પડે છે જે રકમ સરકારની તિજોરીમાં જાય છે. બાદમાં કેસના જરુરી પુરાવા તેમજ સ્થળનું પંચનામું, ફરિયાદનું નિવેદન અને દબાણ કરનારનું નિવેદન વિગેરે પુરાવા પોલીસ વિભાગ અને પ્રાંતના માર્ગદર્શન હેઠળ મામલતદાર કરે છે પરંતુ રાજકોટમાં હજુ અનેક કેસ મામલતદાર કચેરીના ટેબલ ઉપર તપાસ, નિવેદનના અભાવે, સ્થળ રોજકામ વિગેરેની સમય મર્યાદામાં તપાસ ન કરતા અરજીઓ વિલંબમાં મુકાય છે.

Back to top button