કચ્છ - સૌરાષ્ટ્રગુજરાતફૂડહેલ્થ

રાજકોટ : લોકમેળામાં આરોગ્યની ટીમ ત્રાટકી, તબીયત બગાડતી 2500 આઈસ્ક્રીમનો કરાયો નાશ

Text To Speech

સૌરાષ્ટ્રના સૌથી મોટા અને પ્રખ્યાત એવા રાજકોટના લોકમેળામાં સતત બીજા દિવસે રાજકોટ મહાનગરપાલિકાની આરોગ્ય શાખાએ દરોડા પાડ્યા છે. જેમાં આજે પેકેજીંગ વસ્તુ વેચાણ કરતા સ્ટોલ પર ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં તબીયત બગાડતી મેન્યુફેક્ચરિંગ કે એક્સપાયરી ડેટ લખ્યા વગરનું આઇસ્ક્રિમ મળી આવતા સ્થળ પર જ રૂ.80,000 કિંમતના અંદાજિત 2500થી વધુ આઈસ્ક્રિમના પેકેટનો નાશ કરવામાં આવ્યો હતો.

આરોગ્ય વિભાગના કંટ્રોલરૂમની સામે આવેલ આઈસ્ક્રિમ સ્ટોલમાં તપાસ

મળતી માહિતી મુજબ રેસકોર્સ મેદાનમાં આયોજિત લોકમેળામાં આરોગ્ય વિભાગના કંટ્રોલરૂમની સામે આવેલ સ્ટોલ નં. X-13 આઇસ્ક્રિમ ચોકઠામાં બોમ્બે ફેમસ- પ્રીમિયમ આઇસ્ક્રિમમાં સ્થળ તપાસ દરમિયાન વેચાણ થતાં વિવિધ પ્રકારના આઇસ્ક્રિમ કપ, કેન્ડી તથા કોન પર બેચ નંબર, ઉત્પાદક તારીખ કે MRP જેવી કોઈ પણ પ્રકારની જરૂરી વિગતો લેબલ પર દર્શાવી ન હોવાને લીધે વિવિધ ફ્લેવરના આઇસ્ક્રિમ કપ કુલ 800 નંગ, ગો ફ્રેશ બ્રાન્ડ કેન્ડી કુલ 1000 નંગ, ગો ફ્રેશ બ્રાન્ડ કોન કુલ 1000 નંગ મળીને આશરે રૂ.80,000 કિમતનો જથ્થાનું વેચાણ સ્થગિત કરાવ્યું છે તેમજ ફૂડ સ્ટોલ પર આપવામાં આવેલ ફૂડનો પરવાનો રદ કરવામાં આવ્યો છે. તેમજ આ અંગે નોટિસ આપવામાં આવી છે.

અખાદ્ય ચીજવસ્તુઓ તેમજ દાજ્યું તેલ નાશ કરવામાં આવ્યું

વધુમાં આરોગ્યની ટીમે તપાસ કરતા લોકમેળામાં ફૂડ સ્ટોલ-B (વાઘેલા મનહરસિંહ નારણભાઇ)માં ચેકિંગ દરમિયાન ફરાળી ચિપ્સમાં વપરાતો મકાઇનો લોટ 2 કિલો તથા અખાદ્ય વાસી ચટણી 8 કિલાના જથ્થાનો સ્થળ પર નાશ કરવામાં આવ્યો હતો અને હાઇજેનિક કન્ડિશન જાળવવા બાબતે નોટિસ આપવામાં આવી હતી. લોકમેળામાં ફૂડ સ્ટોલ-B (સંતોષ યાદવ- કિશન ચિપ્સ સમોસાં)માં ચેકિંગ દરમિયાન અખાદ્ય વાસી ચટણી 5 કિલો તથા મરચાં પાઉડર 2 કિલાના જથ્થાનો સ્થળ પર નાશ કરવામાં આવ્યો તથા હાઇજેનિક કન્ડિશન જાળવવા બાબતે નોટિસ આપવામાં આવી હતી. ફૂડ સેફ્ટી ઓન વ્હીલ્સ વાન સાથે લોકમેળો, પ્રાઈવેટ મેળા તથા આજીડેમ વિસ્તારમાં ચકાસણી હાથ ધરવામાં આવી હતી. જેમાં 23 પેઢીની ચકાસણી દરમિયાન વેચાણ થતી ઉપયોગમાં લેવાતા ખાદ્ય તેલના 17 નમૂનાની સ્થળ પર ચકાસણી કરવામાં આવી હતી. તેમજ 27 કિલો દાઝ્યા તેલનો સ્થળ પર નાશ કરવામાં આવ્યો હતો.

સ્વાસ્થ્ય માટે હાનીકારક 200 મીલી છાશની 102 બોટલો નાશ કરાઈ

આ ઉપરાંત લોકમેળામાં ફૂડ સ્ટોલ પ્લોટ નં. 22 (તેજસભાઈ શીંગાળા)માં ચેકિંગ દરમિયાન પેકિંગ પર બેચ નંબર, ઉત્પાદક તારીખ, યુઝ બાય ડેટ જેવી કોઈ પણ પ્રકારની જરૂરી વિગતો લેબલ પર દર્શાવેલ ન હોવાને લીધે છાશની બોટલ (200ML વાળી) 102 નંગ 24 લીટર જથ્થાનો સ્થળ પર નાશ કરવામાં આવ્યો તથા તે અંગે નોટિસ આપવામાં આવી હતી.

લોકમેળાની સાથે ખાનગી મેળાઓમાં પણ તપાસ શરૂ કરવામાં આવી

ફૂડ વિભાગની ટીમ અન્વયે રાજકોટ શહેરમાં શ્રાવણ માસના તહેવારોને અનુલક્ષીને પ્રાઈવેટ મેળાના ચેકિંગ દરમિયાન શીતલ પાર્ક, 150 ફૂટ રિંગ રોડ ખાતે યોજવામાં આવેલ રોયલ લોકોનો રોયલ મેળો 1માં ફૂડ સ્ટોલની તપાસ કરતાં સ્થળ પર મળી આવેલ વાસી અખાદ્ય 8 કિલો સોસ તથા 2 કિલો મીઠી ચટણીનો સ્થળ પર નાશ કરવામાં આવ્યો છે. લોકમેળા તથા પ્રાઈવેટ મેળાના સ્થળ પર વેચાણ થતાં સ્મોક બિસ્કિટમાં ઉપયોગ થતાં લિક્વિડ નાઇટ્રોજનના સીધા સંપર્કમાં આવતી ખાદ્યચીજ હોય જે લિક્વિડ નાઇટ્રોજન વાળી ખાદ્યચીજોનું વેચાણ તાત્કાલિક અસરથી બંધ કરાવામાં આવી છે.

Back to top button