ઉત્તર ગુજરાતકચ્છ - સૌરાષ્ટ્રગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગદક્ષિણ ગુજરાતમધ્ય ગુજરાત

રાજકોટ: વરસાદ સાથે પડ્યા કરા, હાઈવે પર જોવા મળ્યા મનાલી જેવાં દૃશ્યો

Text To Speech
  • આજે વહેલી સવારથી રાજ્યના અનેક જિલ્લામાં માવઠુ, રાજકોટ સહિત અનેક વિસ્તારોમાં પડ્યા કરા.

રાજકોટ, 26 નવેમ્બર: રાજ્યમાં આજે વહેલી સવારથી ભરે શિયાળે ચોમાસા જેવો માહોલ જામ્યો છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે રાજ્યના અનેક જિલ્લામાં વહેલી સવારે ભારે પવન સાથે વરસાદ આવ્યો છે, ત્યારે રાજકોટમાં રાજકોટ-અમદાવાદ હાઈવે પર વહેલી સવારે બરફનો વરસાદ થયો છે. બરફના વરસાદ થતાંની સાથે જ હાઈવે પર મનાલી જેવાં દૃશ્યો જોવા મળ્યા છે.

 

 

View this post on Instagram

 

A post shared by Hum Dekhenge News (@humdekhenge_news)

વાહનચાલકો બરફ જોવા ઊભા રહ્યા

રાજકોટ-અમદાવાદ હાઈવે પર વરસાદની સાથે જ કરા પડ્યા છે. વધારે પડતા કરા પડવાથી હાઈવ બરફની ચાદર પથરાઈ છે. ભારે કરા પડતાં હાઈવે પર પસાર થઈ રહેલા વાહનચાલકોએ ગાડીઓ સાઈડમાં કરીને બરફ સાથે મસ્તી કરતાં પણ જોવા મળ્યા છે.

બનાસકાંઠામાં પણ અનેત જગ્યાએ બરફનો વરસાદ થયો

હવામાન વિભાગની આગાહી પ્રમાણે આજે વહેલી સવારે રાજ્યના અનેક જિલ્લાઓમાં ભારે પવન સાથે હળવો વરસાદ આવ્યો છે. ત્યારે રાજકોટ બાદ બનાસકાંઠામાં પણ બરફનો વરસાદ થયો છે. લોકો ઘરની બહાર પડેલા બરફને વાસણમાં લઈને ભેગો કરી રહ્યા છે. ચોમાસાની સિજનમાં હવામાનમાં પલટો આવતાં ખેડૂતોમાં ચિંતા વધી છે.

બનાસકાંઠામાં વરસાદ સાથે કરા, જૂઓ વીડિયો

અમદાવાદમાં ધુમ્મસ છવાયું

અમદાવાદમાં પણ આજે સુરજ દાદા ઉગ્યા જ ન હોય તેવુ હવામાન જોવા મળી રહ્યું છે. સવારથી જ અંધારું જોવા મળી રહ્યું છે. અમદાવાદના અનેક વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ આવ્યો હતો. અમદાવાદના એસજી હાઇવે, ગોતા, થલતેજ, મણિનગર, સરખેજ, ઇસ્કોન વગેરે સહિત મોટાભાગના વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ આવ્યો છે. અમદાવાદ સિવાય રાજ્યના અનેક જિલ્લામાં વરસાદ આવ્યો છે. વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક ફેલાઈ ગઈ છે.

S.G હાઈવે, અમદાવાદ

આ પણ વાંચો: અમદાવાદ સહિત રાજ્યના અનેક જિલ્લાઓમાં ભારે પવન સાથે વરસાદ

Back to top button