ગુજરાતટ્રેન્ડિંગ

રાજકોટ: લો બોલો, હવે ક્રેડિટ કાર્ડ કઢાવી આપવાનાં બહાને છેતરપિંડી શરૂ

Text To Speech
  • ઝડપથી ક્રેડિટ કાર્ડ કઢાવી આપવાનાં બહાને રૂ.૯ર હજારની છેતરપિંડી
  • આરોપી પોલીસની નજર ચૂકવી ત્યાંથી રવાના થઈ ગયો હતો
  • સીબીલ સ્કોર સુધારવાના બહાને રૂ.૧૭,૦૭૩ લઇ લીધા હતા

રાજકોટમાં ઓનલાઈન લોન કરાવી આપવાની અને ક્રેડિટ કાર્ડ કઢાવી આપવાની લાલચ આપી ઠગાઈ કરનાર મહાવીરસિંહ સોલંકી સામે વધુ એક ફરિયાદ નોંધાઈ છે. તેના વિરુધ્ધ આ અગાઉ પણ ઘણી ફરિયાદો નોંધાઈ ચુકી છે.

સીબીલ સ્કોર સુધારવાના બહાને રૂ.૧૭૦૭૩ લઇ લીધા

આલાપ ગ્રીન સિટી ચોકમાં ઓસ્કાર ગ્રીન ટાવરમાં રહેતાં અને ફુલનો ધંધો કરતાં ઋત્વિક જીતેન્દ્રભાઈ બાવળીયાએ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે તે દુકાને હાજર હતો ત્યારે આરોપી આવ્યો હતો અને ઝડપથી ક્રેડિટ કાર્ડ કઢાવી આપવાનું કહેતાં તેણે હા પાડી હતી. જેથી આરોપીએ તેનો મોબાઈલ ફોન લઈ પ્રોસેસ કરી હતી. આ રીતે આરોપીએ ઝડપથી તેનું ક્રેડિટ કાર્ડ કઢાવી આપવાની લાલચ આપી તેના મોબાઈલમાંથી તેની જાણ બહાર અલગ-અલગ ફાઈનાન્સ કંપનીમાંથી રૂ.૭પ૩૪૯ની લોન લઈ તેમજ ઝડપી ક્રેડિટ કાર્ડ માટે સીબીલ સ્કોર સુધારવાના બહાને રૂ.૧૭૦૭૩ લઇ લીધા હતા.

આરોપી પોલીસની નજર ચૂકવી ત્યાંથી રવાના થઈ ગયો હતો

ઉલ્લેખનીય છે કે આરોપીને પુછપરછ માટે અગાઉ થોરાળા પોલીસે બોલાવ્યો હતો. તે વખતે આરોપી પોલીસની નજર ચૂકવી ત્યાંથી રવાના થઈ ગયો હતો.

આ પણ વાંચો: સુરતની VNSGUમાં નકલી માર્કશીટથી એડમિશનનું કૌભાંડ

Back to top button