કચ્છ - સૌરાષ્ટ્રગુજરાત

રાજકોટ : મારામારીના ગુનામાં ભૂગર્ભમાં ઉતરી ગયેલા લોક સાહિત્યકાર દેવાયત ખવડે મુક્યા આગોતરા જામીન

Text To Speech

રાજકોટમાં કન્સ્ટ્રકશનના ધંધાર્થી યુવક ઉપર સામાન્ય બાબતે હુમલો કરવાની ઘટનામાં કુખ્યાત બનેલા નામચીન લોક સાહિત્યકાર દેવાયત ખવડ છેલ્લા પાંચ દિવસથી ભૂગર્ભમાં ઉતરી ગયો છે. તેનો કોઈ પત્તો મેળવવા માટે રાજકોટ પોલીસ ઠેરઠેર છાપા મારી રહી છે. પરંતુ તેના ક્યાંય નામોનિશાન મળતા નથી. દરમિયાન આજે દેવાયત ખવડે પોતાના વકીલ મારફતે રાજકોટ અદાલતમાં આગોતરા જામીન મેળવવા માટે અરજી કરી છે.

શું હતી સમગ્ર ઘટના ?

મળતી માહિતી મુજબ, રાજકોટમાં 7 ડિસેમ્બરના બિલ્ડર મયુરસિંહ રાણા પર સર્વેશ્વર ચોકમાં દેવાયત ખવડે હુમલો કર્યો હતો. ઘર પાસે વાહન પાર્કિંગ જેવી સામાન્ય બાબતે અગાઉ થયેલી માથાકૂટનો ખાર રાખી આ હુમલો કરવાના કેસમાં તે છ દિવસથી ફરાર છે. આ અંગે રાજકોટ એ-ડિવિઝન પોલીસે હત્યાની કૌશિશનો ગુનો દાખલ કર્યો છે. રાજકોટ પોલીસ દ્વારા અલગ અલગ ટીમો બનાવી 6 દિવસ થી શોધખોળ કરી રહી છે. જોકે આટલા દિવસો વીતી ગયા છતાં કોઈ ભાળ મેળવી શકી નથી. જોકે હવે લોકસાહિત્યકાર ભાગેલું દેવાયત ખવડે તેના વકીલ મારફતે રાજકોટની સેશન્સ કોર્ટમાં આગોતરા જામીન અરજી રજૂ કરી છે.

Back to top button