રાજકોટ : પોષણક્ષમ ભાવ ન મળતા ખેડૂતે ખેતરમાં લીધી સમાધિ, સરકાર પાસે ઈચ્છા મૃત્યુની કરી માંગ


ગુજરાત રાજ્યમાં વર્ષના આરંભે જ જગતનો તાત કહેવતો ખેડૂત પરેશાન થઈ ઉઠ્યો છે. હમણાં થોડા સમય અગાઉ ગરીબોની કસ્તુરીકહેવાતી ડુંગળી ખેડૂતોને રડાવી ગઈ ત્યા હવે કમોસમી વરસાદથી ખેડૂત પરેશાન થયો છે. આ બધા વચ્ચે પોતાની મંગણીઓને લઈને ધોરજીના ખેડૂતોએ અનોખી રીતે વિરોધ કરી પોતાનો રોષ તંત્ર સમક્ષ ઠાલવ્યો છે.
આ પણ વાંચો : સૌરાષ્ટ્ર : ગરીબોની કસ્તુરી ગણાતી ડુંગળી ખેડૂતને રડાવી રહી છે
મળતી માહિતી મુજબ, રાજકોટના ધોરાજીમાં ખેડૂતોને જણસના યોગ્ય ભાવ ન મળતા ખેડૂતો દ્વારા સમાધિ સ્વરૂપે વિરોધ કરવામાં આવ્યો હતો. ધોરજીના ખેડૂતો દ્વારા સારા પાકની આશાએ આટલી મોંઘવરીમાં પણ મોંધાદાટ બિયારણ લાવીને જણસની ખેતી કરી હતી. પરંતુ કમોસમી વરસાદને લઈ ખેડૂતોના પાક નિષ્ફળ ગયા અને બચેલા પાકના પણ ભાવ ન મળતા ખેડૂતો હાલાકીનો સામનો કરી રહ્યા છે. ખેડૂતોની માંગણી છે કે, સરકાર આ બાબતે ખેડૂત હિતમાં નિર્ણય કરે અને યોગ્ય ભાવ અપાવવામાં મદદ કરે. આ બાબતે વિરોધ કરતાં ખેડૂતોએ જણાવ્યું હતું કે જો પોષણક્ષમ ભાવ ન મળે તો અમને ઈચ્છા મૃત્યુ આપી દો જેથી અમે આ મુશ્કેલીમાંથી બહાર નિકડી શકીએ.
ઉલ્લેખનીય છે કે થોડા સમય અગાઉ સૌરાષ્ટ્રમાં ડુંગળીના ભાવને લઈને પણ ખેડૂતોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો ત્યારે હવે કમોસમી વરસાદને લીધે ખેડૂત ફરીથી મજબૂર બન્યો છે આને પોતાની માંગણીઓને લઈને સમાધિ સ્વરૂપે વિરોધ કરી સરકાર સામે પોતાની વેદના વ્યક્ત કરી હતી.