રાજકોટ ડિવિઝનઃ રેલવે સેફ્ટીમાં ઉત્કૃષ્ટ કામગીરી બદલ 4 કર્મચારીઓ સન્માનિત
- સિવિલ ડિફેન્સના 3 કર્મચારીઓને પણ તેમની ઉત્કૃષ્ટ કામગીરી બદલ સન્માનિત કરવામાં આવ્યા
રાજકોટ, 5 માર્ચઃ રેલવે સેફ્ટીમાં ઉત્કૃષ્ટ કામગીરી કરવા બદલ રાજકોટ ડીવીઝનના 4 કર્મચારીઓને આજે ડીઆરએમ ઓફિસ રાજકોટના કોન્ફરન્સ રૂમમાં રાજકોટ ડીવીઝનના એડિશનલ ડિવિઝનલ રેલવે મેનેજર કૌશલકુમાર ચૌબેના હસ્તે પ્રમાણપત્ર અર્પણ કરી સન્માન કરવામાં આવ્યું હતું. આ કર્મચારીઓને ડિસેમ્બર-2023 મહિનામાં રેલવે સુરક્ષામાં ઉત્કૃષ્ટ કામગીરી કરવા બદલ આ એવોર્ડ આપવામાં આવ્યો છે.
એવોર્ડ મેળવનાર કર્મચારીઓમાં અનિલ જી ચનિયારા (લોકો પાયલોટ-રાજકોટ), ઉમાશંકર પ્રસાદ (સ્ટેશન માસ્ટર-મોડપુર), ભૂપત સિંહ (ગેટ મેન ગેટ નંબર 231 એન્જિનિયરિંગ) અને કુમાર સત્ય (ગેટ મેન ગેટ નં. 179 ટ્રાફિક) સામેલ છે. ઉપરોક્ત રેલવે કર્મચારીઓએ જે કામ કર્યું હતું તે ટ્રેનોમાં સ્પાર્કિંગ જોવું, ધુમાડો, લટકતા ભાગો અને બ્રેક બ્લોક જામ વગેરેની નોંધ લેવા જેવા કાર્યો કરવામાં આવ્યા હતા. આ રેલવે કર્મચારીઓની સતર્કતા અને તકેદારીએ સંભવિત રેલવે અકસ્માતોને રોકવામાં મહત્વની ભૂમિકા ભજવી છે.
આ પણ વાંચોઃ રાજકોટ ડિવિઝનઃ રેલવે સેફ્ટીમાં શ્રેષ્ઠ કામગીરી બદલ કર્મચારીઓનું સન્માન
આ ઉપરાંત રાજકોટ ડિવિઝનના સિવિલ ડિફેન્સ કર્મચારીઓ દ્વારા કરવામાં આવેલી ઉત્કૃષ્ટ કામગીરી બદલ જનરલ મેનેજર કક્ષા માટે રૂ. 8500/-નો ગ્રૂપ કેશ એવોર્ડ અને ડીવીઝનલ રેલવે મેનેજર કક્ષા માટે રૂ. 1500/-નો ગ્રુપ કેશ એવોર્ડ એડિશનલ ડિવિઝનલ રેલવે મેનેજર દ્વારા આપવામાં આવ્યો હતો. આ પ્રસંગે હાજર રહેલા સિવિલ ડિફેન્સ કર્મચારીઓના નામ, હોદ્દો અને હેડક્વાર્ટરની વિગતો નીચે મુજબ છે: કુણાલ શર્મા (ટેલિકોમ મેઈન્ટેનર-રાજકોટ), ઈકબાલભાઈ (મુખ્ય લોકો ઈન્સ્પેક્ટર-રાજકોટ) અને નરેન્દ્રસિંહ પરમાર (વાહન ડ્રાઈવર-રાજકોટ).
આ પ્રસંગે રાજકોટ ડિવિઝનના સિનિયર ડિવિઝનલ સેફ્ટી ઓફિસર એન.આર. મીના, સિનિયર ડિવિઝનલ ઓપરેશન મેનેજર રમેશચંદ મીણા, સિનિયર ડિવિઝનલ કોમર્શિયલ મેનેજર સુનિલ કુમાર મીના અને આસિસ્ટન્ટ મિકેનિકલ એન્જિનિયર દ્વિપ સાવપરા ઉપસ્થિત રહ્યા હતા.