રાજકોટ ક્રાઇમ બ્રાન્ચના નવા લોગોનુ ગૃહમંત્રી હર્ષ સંઘવીના હસ્તે અનાવરણ


રાજકોટ શહેરમાં બનતા ગુનાઓને ડિટેકટ કરવામાં શહેર ક્રાઇમબ્રાન્ચનો અહેમ ફાળો હોય છે. ત્યારે તાજેતરમાં ક્રાઇમબ્રાન્ચની નવી કચેરીનું કેન્દ્રીય ગૃહ મંત્રી અમિતભાઇ શાહ દ્વારા વર્ચ્યુઅલ ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું ત્યારે પોલીસ કમિશ્નર રાજુ ભાર્ગવ તથા જોઈન્ટ પોલીસ કમિશ્નર ખુરશીદ અહેમદ તથા નાયબ પોલીસ કમિશ્નર (ક્રાઇમ) ડો.પાર્થરાજસિંહ ગોહિલના માર્ગદર્શન હેઠળ રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચનો નવો લોગો “સતર્ક, સમર્થ, સશકત ” ના સુત્ર સાથેનો બનાવવામાં આવેલ હોય જે નવા લોગોનુ ગૃહ રાજયમંત્રી હર્ષ સંઘવીના હસ્તે અનાવરણ કરવામાં આવેલ હતું.

શહેરમાં ત્રાટકેલી ધાડપાડુ ગેંગને ઝડપી લેનાર એસઓજી સ્ટાફનું “પ્રસંશાપત્ર” આપી સન્માન
આ ઉપરાંત ગઇ તા.૦૩/૦૮/૨૦૨૨ ના રોજ રાજકોટ શહેર એસ.ઓ.જી ના પો.સ.ઇ. ડી.બી.ખેર તથા એસ.ઓ.જી. ના પોલીસ સ્ટાફ દ્વારા ચીત્રકુટ સોસાયટી શેરી નં ૨ ના ખુણે આવેલ રીધ્ધી સીધ્ધી મકાનમાં ત્રાટકેલ ધાડપાડુ ગેંગને સમય સુચકતા વાપરી અદમ્ય સાહસ અને હિંમત દાખવી પકડી પાડી મોટી જાનહાની તથા ગંભીર ગુન્હો બનતા અટકાવી પ્રજાના જાનમાલનું રક્ષણ કરી અત્યંત સરાહનીય કામગીરી કરનાર રાજકોટ શહેર એસ.ઓ.જી. ના (૧) પોલીસ ઇન્સ્પેકટર જે.ડી.ઝાલા (૨) પોલીસ સબ ઇન્સ્પેકટર ડી.બી.ખેર (૩) એ.એસ.આઇ. રવિભાઇ દિલીપભાઇ વાંક (૪) એ.એસ.આઇ. ભાનુભાઇ ચંદુભાઇ મિયાત્રા (૫) પોલીસ હેડ કોન્સ્ટેબલ કિશનભાઇ ખેંગારભાઇ યાદવ (૬) પોલીસ કોન્સ્ટેબલ દિવ્યરાજસિંહ કિરીટસિંહ ઝાલાને આજ ગૃહમંત્રી હર્ષ સંઘવીએ “પ્રસંશાપત્ર” આપી સન્માનીત કરવામાં આવેલ છે.

