ગુજરાતફૂડહેલ્થ

રાજકોટ : મનપાએ 40 કિલો અખાદ્ય ડેરી પ્રોડક્ટ અને ખોરાકનો નાશ કર્યો

Text To Speech
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ચોમાસામાં લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરતા વેપારીઓ સામે તવાઈ બોલાવી છે. ફૂડ શાખા દ્વારા જુદા જુદા વિસ્તારમાં આવેલી ડેરીઓ અને ખાણીપીણીની લારી-દુકાનો અને રેસ્ટોરન્ટ ઉપર તવાઈ બોલાવી 40 કિલો અખાદ્ય ખોરાકનો નાશ કર્યો છે.
અન હાઇજેનિક રીતે સ્ટોરેજ કરેલી 9 કિલો વાસી મીઠાઇ મળી આવી
રાજકોટ મનપાના ફૂડ વિભાગ દ્વારા દૂધ સાગર માર્ગ, શિવાજી નગર-1, ચુનારાવાડ ચોક પાસે આવેલ મહાદેવ ડેરી ફાર્મમાં ચકાસણી કરી હતી. તપાસ દરમિયાન અન હાઇજેનિક રીતે સ્ટોરેજ કરેલી 9 કિલો વાસી મીઠાઇ મળી આવી હતી. જેનો સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો હતો. તેમજ યોગ્ય સ્ટોરેજ જાળવવા અંગે અને ફૂડ રજિસ્ટ્રેશનમાંથી ફૂડ લાયસન્સ મેળવી લેવા અંગે નોટિસ આપવામાં આવી હતી. તેમજ સ્થળ પરથી ચોકલેટ જેલી બરફીનું સેમ્પલ લેવામાં આવ્યું હતું.
ખુલ્લામાં રાખેલો અને સંગ્રહ કરેલો 31 કિલો વાસી નોનવેજનો નાશ
આ ઉપરાંત ભગવતીપરા મેઇન રોડ પર નોનવેજનું વેચાણ કરતી 6 ધંધાર્થી પાસેથી બિન આરોગ્યપ્રદ સ્થિતિમાં ખુલ્લા રાખેલો અને સંગ્રહ કરેલો 31 કિલો વાસી નોનવેજનો નાશ કરવામાં આવ્યો હતો. તેમજ 3 ધંધાર્થીને હાઇજેનિક કંડીશન અને યોગ્ય સ્ટોરેજ જાળવવા અંગે નોટિસ આપવામાં આવી હતી. જેમાં 1. તાજ કેટરર્સ- 15 કિલો વાસી નોનવેજનો નાશ, સ્ટોરેજ અને હાઇજેનિક કંડીશન જાળવવા અંગે નોટિસ.
2. ન્યુ કિસ્મત આમદાવાદી તવા- 12 કિલો વાસી નોનવેજનો નાશ, સ્ટોરેજ અને હાઇજેનિક કંડીશન જાળવવા અંગે નોટિસ.
3. જીલાની કેટરર્સ- 4 કિલો વાસી નોનવેજનો નાશ, સ્ટોરેજ અને હાઇજેનિક કંડીશન જાળવવા અંગે નોટિસ.
4. ગૌસિયા કેટરર્સ- હાઇજેનિક કંડીશન તથા સ્ટોરેજ અંગે નોટિસ.
5. 181 ચિકન સેન્ટર- હાઇજેનિક કંડીશન અને સ્ટોરેજ બાબતે નોટિસ.
6. K.G.N. ચિકન સેન્ટર- હાઇજેનિક કંડીશન તથા સ્ટોરેજ બાબતે નોટિસ આપવામાં આવી છે.
ફૂડ વિભાગે કરેલી નમુનાની કામગીરી, ક્યાંથી ? શું લીધું ?
1. ચોકલેટ જેલી બરફી (લુઝ) સ્થળઃ મહાદેવ ડેરી ફાર્મ, દૂધ સાગર રોડ, ચુનારાવાડ ચોક પાસે, શિવાજી નગર-1 2. ચિકન મસાલા સબ્જી (પ્રિપેર્ડ -લુઝ) સ્થળઃ સુરતી એગ મસ્તી, પ્લોટ નં-6, ગેલેક્સી પાર્ક-2, મોટામોવા સર્વે નં.3, કિંગ્સ ક્રાફ્ટ હોટેલ પાછળ, કાલાવડ રોડ 3. ઈંડા કરી (પ્રિપેર્ડ-લુઝ) સ્થળઃ પટેલ એગ ઝોન, સેરેમની ક્લબની બાજુમાં, કિંગ્સ ક્રાફ્ટ હોટેલવાળી શેરી, મોટામોવા 4. ચિકન મસાલા સબ્જી (પ્રિપેર્ડ -લુઝ) સ્થળઃ A-1 કેટરર્સ, ફૂલછાબ ચોક, નુતન પ્રેસ રોડ, સદર બજાર રોડ 5. શ્રીખંડ (લુઝ) સ્થળઃ જય માટેલ સ્વીટ એન્ડ નમકીન, રામનગર 4/5, અમરનાથ સ્કૂલ પાસે, નવા થોરાળા, 80 ફૂટ રોડ
Back to top button