કચ્છ - સૌરાષ્ટ્રગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

રાજકોટ: પ્રાસલામાં સ્વામી ધર્મબંધુજી પ્રેરિત રાષ્ટ્રકથામાં સહભાગી થતા CM ભુપેન્દ્ર પટેલ

  • મુખ્યમંત્રીએ રાષ્ટ્રકથામાં ભારતીય સેનાના શસ્ત્ર પ્રદર્શન અને શિબિરના ભોજનાલયની પણ મુલાકાત લીધી

પ્રાસલા, 4 જાન્યુઆરી : મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે રાજકોટ જિલ્લાના પ્રાસલામાં સ્વામી ધર્મબંધુજી પ્રેરિત 25 મી રાષ્ટ્રકથામાં સહભાગી થઈ ગુજરાત સહિત વિવિધ રાજ્યોના યુવાનોને સંબોધતા જણાવ્યું હતું કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વિકસીત ભારતના નિર્માણની સંકલ્પ પીઠિકામાં યુવાનોનું અનેક યોગદાન છે. દેશના વિકાસ માટે યુવાનોને મળે સ્કીલ ડેવલોપમેન્ટ થાય તે માટે વડાપ્રધાનના નેતૃત્વમાં અભિયાન ચાલી રહ્યું છે ત્યારે વૈદિક મિશન ટ્રસ્ટ દ્વારા રાષ્ટ્ર કથાના માધ્યમથી યુવાનોમાં રાષ્ટ્રભાવના ઉજાગર થાય તે માટે સ્વામી ધર્મબંધુજીના માર્ગદર્શનમાં ચાલી રહેલા આ કાર્ય અંગે મુખ્યમંત્રીએ હર્ષની લાગણી વ્યક્ત કરી હતી.

ગુજરાતની ધરતી પરથી રાષ્ટ્ર કથા દ્વારા વિવિધ રાજ્યોના યુવાનો રાષ્ટ્રપ્રેમ રાષ્ટ્રભાવના રાષ્ટ્ર વિકાસ અને શ્રેષ્ઠ નાગરિકના ચરિત્ર ઘડતરના ગુણોની કેળવણી લઈ રહ્યા છે તે અંગે ગૌરવની લાગણી વ્યક્ત કરતાં મુખ્યમંત્રી શ્રીએ સગૌરવ જણાવ્યું કે આપણે આઝાદીના અમૃત કાળથી શતાબ્દી તરફ ગૌરવભેર આગળ વધી રહ્યા છીએ.

વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદીના નેતૃત્વમાં વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવા આપણે રાષ્ટ્ર માટે- સમાજના વિકાસ માટે અને સર્વ ધર્મ સદભાવના સાથે આગળ વધવાનું છે. મુખ્યમંત્રીશ્રીએ યુવાનોને પ્રેરણા આપતા જણાવ્યું કે દરેક ધર્મમાં રાષ્ટ્રપ્રેમની વાત છે. સૌનું કલ્યાણ થાય એવી વિભાવના થી રાષ્ટ્ર એકતાની ભાવના મજબૂત બને છે. વડાપ્રધાનશ્રીનો સૌનો સાથ સૌનો વિકાસ એ વિકાસ મંત્ર માં પણ યુવાનોનું યોગદાન છે.

દેશની આઝાદી માટે શહીદ થયેલા વીરોને યાદ કરીને મુખ્યમંત્રીએ કહ્યું કે સ્વાતંત્ર વીરોની શહાદત આપણને દેશ માટે જીવવાની -દેશ માટે કંઈક કરી છૂટવાની પ્રેરણા આપે છે. આઝાદીના લડવૈયાઓ ની વિચારધારામાંથી આપણે પ્રેરણા લેવાની છે. રાષ્ટ્ર કથામાં મનોવૈજ્ઞાનિક- વૈજ્ઞાનિક અભ્યાસ સાથે આદર્શ યુવાનોનું નિર્માણ થાય તે માટે મહાનુભાવોનું જ્ઞાન મળી રહ્યું છે તે અંગે પણ આનંદની લાગણી વ્યક્ત કરી હતી.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઉમેર્યું હતું કે, રાષ્ટ્રકથામાંથી આપણને રાષ્ટ્રપ્રેમ અને રાષ્ટ્રભાવના ગુણ મળ્યા છે. ભારત યુવાનોનો દેશ છે, ભારતની સૌથી મોટી શક્તિ યુવા શક્તિ છે, આ યુવા શક્તિને ઉજાગર કરવાનું કામ તથા રાષ્ટ્રના નિર્માણમાં પોતાનું મહત્તમ યોગદાન યુવા આપી શકે તે માટે ધર્મબંધુજી કથાના માધ્યમથી યુવાનોને પ્રોત્સાહિત કરે છે.

આ પણ વાંચો :- CM ભૂપેન્દ્ર પટેલે ખેલ મહાકુંભ 3.0 નો રાજકોટથી પ્રારંભ કરાવ્યો

Back to top button