રાજકોટ : લાંચ લેતા પકડાયેલા ક્લાસ વન અધિકારીએ આપઘાત કરતાં સૌ કોઈ અચંબિત
રાજકોટમાં કેન્દ્ર સરકારના ક્લાસ વન અધિકારીએ આજે આત્મહત્યા કરી છે. ડાયરેક્ટર જનરલ ફોરેન ટ્રેડ ના જોઈન્ટ ડાયરેક્ટર જવાલાલ બિસ્નોઇ એ ઓફિસની બિલ્ડીંગના ચોથા માળેથી ઝંપલાવીને આત્મહત્યા કરી છે.
આ પણ વાંચો : મહાઠગ કિરણ પટેલ કેસમાં પુત્રનું નામ આવતા મુખ્યમંત્રીના એડિશનલ PRO હિતેશ પંડયાનું રાજીનામું
ઉલ્લેખનીય છે કે ગઈકાલે જ સીબીઆઇના હાથે રૂપિયા પાંચ લાખની લાંચ લેતા ઝડપાયા હતા. ફુડ કેનની નિકાસ માટે એનઓસી આપવા રુ. 9 લાખની લાંચ માગી હતી. ત્યારબાદ સીબીઆઇની ટ્રેપ બાદ આખી રાત ઓફિસ અને ઘરમાં ચાલી હતી દરોડા ની કાર્યવાહી કરવામા આવી હતી. તમને જણાવી દઈએ કે સિનિયર અધિકારી 5 લાખની લાંચ લેતા પકડાયા હતા. જે બાદ બદનામીના ડરથી આપઘાત કર્યાની શંકા. આજે સવારે ઓફિસના ચોથા માળ થી નીચે કૂદકો મારીને આત્મહત્યા કરી છે. બિશ્નોઈના નિવાસસ્થાને ઢગલાબંધ રોકડ અને વિદેશી નાણુ મળ્યાની ચર્ચા છે.
9 લાખની લાંચ માંગવામાં આવી
મળતી માહિતી પ્રમાણે ફરિયાદી દ્વારા ડાયરેક્ટર જનરલ ઓફ ફોરેન ટ્રેડની ઓફિસમાં ફૂડ કેનની નિકાસ માટેની અરજી કરવામાં આવી હતી. અને એ અંગેના તમામ આવશ્યક દસ્તાવેજો ધરાવતી 6 ફાઈલો ડાયરેક્ટ જનરલ ઓફ ફોરેન ટ્રેડની રાજકોટ ખાતેની ઓફિસમાં જમા કરવામાં આવી હતી. પરંતુ ફોરેન ટ્રેડના વરિષ્ઠ અધિકારી DGFT જાવરીમલ બિશ્નોઇ દ્વારા આ મામલે NOC આપવા માટે રૂપિયા 9 લાખની લાંચ માંગવામાં આવી હતી.
નોંધનીય છે કે ફરિયાદીના મતે આ NOC તેના માટે ખૂબ જરૂરી હતી. કારણ કે તેમણે પોતાની ફૂડકેનની નિકાસ માટે બેંકમાં રૂપિયા 50 લાખની ગેરંટી લીધી હતી અને તેના માટે ડાયરેક્ટર જનરલ ઓફ ફોરેન ટ્રેડનું NOC જરૂરી હતું. પરંતુ લાંચિયા અધિકારી જાવરીમલ બિશ્નોઇ દ્વારા રૂપિયા 9 લાખની માંગણી કરતા ફરિયાદીએ એવું નક્કી કર્યું હતું કે તે પ્રથમ હપ્તા પેટે રૂપિયા 5 લાખ જાવરીમલને આપી દેશે.
રાજકોટ શહેરની ગિરનાર ટોકીઝની બાજુમાં આવેલી ફોરેન ટ્રેડની ઓફિસના ચોથા માળે ફરિયાદી આરોપી જાવરીમલને રૂપિયા પાંચ લાખ આપવા ગયા હતા અને જાવરીમલ બિશ્નોઇએ આ રકમ સ્વીકારી હતી. એ જ સમયે CBIની ટીમ ઓફિસમાં પહોંચી ગઈ હતી અને રૂપિયા 5 લાખની લાંચ લેતા જાવરીમલ બિશ્નોઇને રંગે હાથ ઝડપ્યા હતા. હાલ CBI દ્વારા સમગ્ર મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અને આરોપીની રાજકોટ અને તેના વતન સહિત ઓફિસ અને ઘર પર સર્ચ ચલાવવામાં આવ્યું હતું.
હાલ આ સમાચાર બ્રેકિંગ ન્યુઝ છે. અમે વધુ અપડેટ કરી રહ્યા છીએ.