કચ્છ - સૌરાષ્ટ્રગુજરાત

રાજકોટ સિવિલ હોસ્પિટલ ફરી વિવાદમાં, બેદરકારીને કારણે થેલિસેમિયાગ્રસ્ત યુવતીના મોતનો આરોપ

રાજકોટની સિવિલ હોસ્પિટલની બેદરાકારીના કારણે આજે એક યુવતીનું મોત નિપજ્યું હોવાનું સામે આવ્યુ છે. સિવિલ હોસ્પિટલમાં થેલિસેમિયાગ્રસ્ત યુવતીને લોહી ચઢાવવામાં બેદરકારીના કારણે આજે એક યુવતીને તેનો જીવ ગૂમાવાનો વારો આવ્યો છે. જેના કારણે પરિવારે હોસ્પિટલ પર યુવતીના મોતનો આરોપ લગાવ્યો છે. અને હોસ્પિટલ વિરુદ્ધ આ મામલે કાર્યવાહી કરવા જણાવ્યું હતુ.

તપાસ માટે 5 સભ્યોની સમિતિ બનાવામાં આવી

રાજકોટની સિવિલ હોસ્પિટલ ફરી વિવાદમાં આવી છે. સિવિલ હોસ્પિટલમાં થેલેસેમિયાગ્રસ્ત સગીરાને લોહી ચડાવ્યા બાદ મોત નિપજતા વિવાદ સર્જાયો છે. યુવતીના મોતની તપાસ અંગે 5 સભ્યોની તપાસ સમિતિ બનાવવામાં આવી છે. થેલેસેમિયાની કામગીરી સાથે જોડાયેલા એકસ્પર્ટને આ ટીમમાં સામેલ કરવામા્ં આવ્યા છે. આ યુવતીનું મોત ક્યા કારણોસર થયું તે દિશામાં તપાસ કરશે, જેથી યુવતીના મોતનું સાચું કારણ બહાર આવી શકે.

રાજકોટ સિવિલ-humdekhengenews

પરિવારે હોસ્પિટલ પર લગાવ્યો આરોપ

પ્રાપ્ત વિગતો અનુસાર રાજકોટ સિવિલ હોસ્પિટલમાં 24 વર્ષીય વિધિબેન પીઠવાને થેલેસિમિયાની બિમારી હોવાથી સારવાર માટે હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા. જેમાં તેમની સારવાર માટે લોહીની જરૂર પડતા તેમણે લોહી ચઢાવામાં આવ્યું હતું. પરિવારનો આક્ષેપ છે કે આ લોહી ચઢાવ્યા બાદ યુવતીને રિએક્શન થયું હતું. જેથી યુવતીને ચોખ્ખુ લોહી નહી ચઢાવતા તેનું મોત નિપજ્યું હોવાનું પરિવારે જણાવ્યું હતુ.

તબીબ અધિક્ષકે રિએક્શનના કારણે મોત થયું હોવાની વાત નકારી કાઢી

આ મામલે હોસ્પિટલ તંત્રએ યુવતીનું મોત રિએક્શનના કારણે થયું હોવાની વાતને નકારી કાઢી હતા. મોત પાછળના કારણની તપાસ કરવામાં આવશે તેવું જણાવ્યું હતું.

રાજકોટ સિવિલ હોસ્પિટલ પર ગંભીર આરોપો

આ ઘટના બાદ સિવિલ હોસ્પિટલ સામે ગંભીર આક્ષેપો લગાવામાં આવી રહ્યા છે. હોસ્પિટલમાં ફિલ્ટર કરેલા LR બ્લડને બદલે દર્દીઓને RCC બ્લડ ચઢાવામાં આવી રહ્યું હોવાની વિગતો સામે આવી છે. હોસ્પિટલ પર આરોપ લગાવામાં આવ્યો છે કે RCC બ્લડ ચઢાવવાને કારણે દર્દીઓમાં રિએક્શનનું પ્રમાણ વધ્યું છે. જેના કારણે હોસ્પિટલમાં દર્દીઓનુ મોત નિપજી રહ્યુ છે. બ્લડ બેંકના નિયમ પ્રમાણે થેલેસેમિક બાળકોને LR બ્લડ જ ચડાવવું જોઈએ. પરંતું રાજકોટ સિવિલ હોસ્પિટલે યુવતીને RCC બ્લડ ચડાવીને નિયમનો ભંગ કર્યો છે. રાજકોટ સિવિલમાં મશીન ન હોવાથી દર્દીઓને RCC બ્લડ ચડાવવામાં આવે છે તેવો આરોપ લગાવામાં આવ્યો છે.

આ પણ વાંચો :31st ડિસેમ્બર પહેલા ખેડા પોલીસને મળી મોટી સફળતા, 26 લાખનો દારુ ઝડપી પાડ્યો

Back to top button