કચ્છ - સૌરાષ્ટ્રગુજરાતટોપ ન્યૂઝ

રાજકોટને દોઢ મહિનામાં મળી શકે છે ઇન્ટરનેશનલ એરપોર્ટની ભેટ

Text To Speech
  • હિરાસર એરપોર્ટના રન-વે ઉપર 15 જૂનનાં રોજ નાની ફ્લાઇટનું ટેસ્ટિંગ કરાશે
  • રન-વે તેમજ જમીન સંપાદન, પવનચક્કી, બ્રિજ સહિતની કામગીરી પૂર્ણ કરાઈ
  • સંભવતઃ જુલાઇમાં વડાપ્રધાનનાં હસ્તે લોકાર્પણ

રાજકોટના છેવાડે બામણબોર નજીક આકાર લઇ રહેલા આંતરરાષ્ટ્રીય કક્ષાના એરપોર્ટ હિરાસરની વહિવટી તંત્રને લગતી તમામ કામગીરી પૂર્ણ થઇ ગઇ છે. છેલ્લા બે દિવસથી દિલ્હીથી એરપોર્ટ ઓથોરિટીની ટીમે રાજકોટમાં હિરાસર એરપોર્ટની વિવિધ કામગીરીની સમિક્ષા કરી રહી છે. ડીજીસીએ સર્ટિ માટે જરૂરી પ્રોસીજર પૂર્ણ કરવામાં આવી છે. આગામી તા. 14 અને 15 જૂનના રોજ નાની ફલાઇટનું હિરાસર એરપોર્ટ ખાતે રન-વે ઉપરથી ટેસ્ટિંગ કરવામાં આવશે ત્યારબાદ જરૂરી તમામ પાસાઓની ચકાસણી કરી સૂચનો ટાંકી આખરી ઓપ અપાશે.

કામગીરી ઝડપી પુરી કરવા માટે પ્રયાસ

અત્રે એ ઉલ્લેખનિય છે કે, હિરાસર એરપોર્ટમાં વિધ્નરૂપ પાણીની લાઇન સ્થળાંતરથી માંડી બ્રિજ સહિતની કામગીરી અવરોધરૂપ છે જેને ફોરેસ્ટ વિભાગ દ્વારા તેમજ અમુક ભાગ મોરબીમાં આવતો હોઇ સંકલન કરી કામગીરી ઝડપી બનાવવા તરફ એરપોર્ટ ઓથોરિટીના સતત પ્રયાસો શરુ છે. સંભવત: જુલાઇ મહિનામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે હિરાસર એરપોર્ટનું લોકાર્પણ કરવામાં આવશે. ફાઇનલ તારીખ હજુ નક્કી થઇ નથી પરંતુ 15 જુલાઇ ઉપર વિચારણા ચાલી રહી છે.

જિલ્લા કલેક્ટરનું સતત મોનીટરીંગ

ઉલ્લેખનીય છે કે, સૌરાષ્ટ્રને પ્રથમ આંતરરાષ્ટ્રીય એરપોર્ટની ભેટ મળી છે. ત્યારે આ એરપોર્ટ વહેલીતકે તૈયાર થઈ જાય અને તેનું લોકાર્પણ કરવામાં આવે તેવા સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. હાલના કલેક્ટર પ્રભાવ જોષી ઉપરાંત અગાઉના જિલ્લા કલેક્ટરો દ્વારા આ એરપોર્ટ પરની કામગીરીનું સતત મોનીટરીંગ કરવામાં આવી રહ્યું છે.

Back to top button