ગુજરાત ATSએ બે દિવસ પહેલા રાજકોટમાં અલકાયદાના આતંકી નેટવર્કનો પર્દાફાશ કર્યો હતો. ગુજરાત ATSએ રાજકોટમાંથી ત્રણ શંકાસ્પદ લોકોની ધરપકડ કરી હતી.અને તેમની પાસેથી હથિયારો પણ કબજે કરવામાં આવ્યા હતી. આ ઈસમો પાસેથી અલ કાયદાની પત્રિકાઓ પણ મળી આવી હતી. અને તેઓ ગુજરાતમાં અલકાયદાનો પ્રચાર-પ્રસાર કરવાનું કામ કરતા હોવાનો ખુલાસો થયો હતો. આ મામલે ATS એ તેમની વધુ પૂછપરછ કરતા વધુ મોટા ખુલાસા થયા છે.
આતંકીઓના ટાર્ગેટ પર હતો ‘જન્માષ્ટમી’નો તહેવાર
મહત્વનું છે કે સૌરાષ્ટ્ર અને સમગ્ર ગુજરાતમાં જન્માષ્ટમીનો તહેવાર ધામધૂમથી ઉજવવામાં આવે છે. ત્યારે આતંકીઓની પૂછપરછમાં જાણવા મળ્યું છે કે આતંકીઓ સ્થાનિક મોડ્યુલ તૈયાર કરીને સૌરાષ્ટ્રમાં જન્માષ્ટમી પર આતંકી હુમલાને અંજામ આપવાની તૈયારી કરી રહ્યા હતા. આ આતંકીઓએ જન્માષ્ટમીની ભીડનો ઉપયોગ કરીને આતંકી ઘટનાને અંજામ આપવાનો પ્લાન હતો પરંતુ તેમનું આ કાવતરાને ગુજરાત ATSએ નિષ્ફળ કરી દીધું છે.
આ પણ વાંચો : CM ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં રાજ્યમાં એક જ દિવસમાં 1401 કરોડ રૂપિયાના રોકાણો સાથે વધુ 4 MoU થયાં
સોશિયલ મીડિયાના માધ્યમથી AK-47 ચલાવવાની તાલીમ લેતા હતા
ગુજરાત ATSએ રાજકોટમાંથી અમન, અબ્દુલ શુકુર અને સૈફ નવાઝ નામના ત્રણ આતંકીઓની ધરપકડ કરી હતી. અને તેમની પૂછપરછ હાથ ધરી હતા. તપાસમાં જાણવા મળ્યું છે કે આંતકીઓના ટાર્ગેટ પર ગુજરાતમાં આગામી સમયમાં આવનાર જન્માષ્ટમી તહેવાર હતો, આ આતંકીઓ જન્માષ્ટમી પર જ સૌરાષ્ટ્રમાં કોઈ ઘટનાને અંજામ આપવાના હતા. તેઓ AK 47 ચલાવવાની તાલીમ લેતા હતા અને સોશિયલ મીડિયાના માધ્યમથી ગન ચલાવવાનું શીખતા હતા. AST દ્વારા આતંકીઓ પાસેથી એક પિસ્તોલ, 10 જીવતા કારતૂસ અને પાંચ મોબાઇલ ફોન જપ્ત કરવામાં આવ્યા છે.આ આતંકીઓ મોબાઈલથી સતત એકબીજાના સંપર્કમાં રહેતા હતા.
કોઈને શંકા ન જાય તે માટે મજૂરી કામ કરતા હતા
અલકાયદા સાથે સંકળાયેલા આ આતંકીઓની આખી મોડસ ઓપરેન્ડી સામે આવી છે.તેઓ છેલ્લા 6થી 9 મહિનાથી રાજકોટમાં રહેતા હતા. અને સોની બજારમાં આ આતંકીઓ મજૂરી કામ કરતા હતા અને મુસ્લિમ કારીગરોને ભારત વિરૂદ્ધ ભડકાવવાનું કામ કરતા હતા. ATSએ તેમની ધરપકડ કરી ત્યારે તેમના મોબાઈલમાંથી આ મોડ્યૂલની વિચારધારા ફેલાવવા માટેનું સાહિત્ય અને મેસેજ મળી આવ્યા હતા. ATS દ્વારા તેઓની હજુ પૂછપરછ ચાલુ છે. 14 દિવસના રિમાન્ડમાં અનેક હકીકતો બહાર આવે તેવી શક્યતાઓ છે.
આ પણ વાંચો : તૈયાર રહેજો! ગુજરાતમાં ફરી ભારે વરસાદની આગાહી, આ વિસ્તારો થશે જળબંબાકાર