Rajkot : સનલાઈટ સ્કૂલનું મોટું કારસ્તાન, પતરાવાળી સ્કુલ બનાવી RTEમાં આપી દીધો પ્રવેશ
રાજકોટમાં RTE અંતર્ગત બાળકને પ્રવેશ આપવામાં સનલાઈટ સ્કૂલનું મોટુ કારસ્તાન સામે આવ્યુ છે. રાજકોટમાં મારવાડી વાસમાં પતરાવાળી સ્કૂલ બનાવી RTEના વિદ્યાર્થીઓને પ્રવેશ આપ્યો હોવાનું સામે આવતા ખળભળાટ મચી ગયો છે. બે રૂમના પતરાંવાળા મકાનમાં સ્કૂલ ચાલતી હોવાનું સામે આવતા સંચાલકો સામે કાર્યવાહી હાથ ઘરવામા આવી છે .
સનલાઈટ સ્કૂલનું મોટું કારસ્તાન સામે આવ્યું
રાજકોટના મારવાડી વાસમાં આવેલ સનલાઈટ સ્કૂલનું મોટું કારસ્તાન સામે આવી રહ્યું છે. પતરાવાળી સ્કૂલ ઉભી કરીને RTEમાં પ્રવેશ અપાવી દેવામાં આવ્યો હોવાનું સામે આવતા DEO એ કાર્યવાહી હાથ ધરી છે. પ્રાપ્ત જાણકારી મુજબ કેટલાક વાલીઓ RTE હેઠળ તેમના બાળકોના પ્રવેશ માટે અહી ગયા ત્યારે આ સ્કૂલ જોઇને ચોંકી ઉઠ્યા હતા. અહીં પતરાવાળા મકાનમાં માત્ર 2 રૂમમાં આ સ્કૂલ ચલાવવામાં આવી રહી હતી. જે બાદ આ વાલીઓએ જિલ્લા શિક્ષણાધિકારીને સમગ્ર મામલે પત્ર લખી રજૂઆત કરી છે.
આ પણ વાંચો : મોતની ચીસોથી ગુંજી ઉઠ્યો બ્રિજ ! ખાનગી બસ ચાલકે લીધો માસુમનો જીવ
જિલ્લા શિક્ષણ વિભાગ આવ્યું હરકતમા
જિલ્લા શિક્ષણાધિકારીને રજૂઆત કર્યા બાદ જિલ્લા શિક્ષણ વિભાગે સ્કૂલને નોટિસ ફટકારી છે. અને મંજૂરી વગર સ્કૂલને ઘંટેશ્વરથી મારવાડી વાસમાં ખસેડી દેવામાં આવી છે. મારવાડી વાસમા આવેલ આ નાનકડી સ્કૂલમાં ધોરણ 1થી 7ના વિદ્યાર્થીઓને ભણાવવામાં આવે છે. અને અહી માત્ર બે પતરાવાળા રુમમાં 80થી વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. જાણકારી મુજબ RTE અંતર્ગત બાળકોને સ્કૂલમાં પ્રવેશ આપવાનો હતો ત્યારે અલગ સ્કૂલ બતાવવામાં આવી હતી. અને પછી આ સ્કૂલને બદલી નાખવામા આવી હતી. આ સમગ્ર મામલો સામે આવતા જિલ્લા શિક્ષણ વિભાગ હરકતમા આવ્યું છે. અને આ સ્કુલને બંધ કરી દેવાનો આદેશ આપ્યો છે.
આ પણ વાંચો : Surat : માસ કોપી કેસ મામલે યુ.નિ એક્શનમાં, 28 વિદ્યાર્થિનીને ‘0’ માર્ક સાથે 500 રૂપિયાનો દંડ