કચ્છ - સૌરાષ્ટ્રગુજરાતટ્રેન્ડિંગ

રાજકોટ TRP કાંડ મુદ્દે કોંગ્રેસે આપ્યું રાજકોટ બંધનું એલાન, 15 જૂને CP ઓફિસ પર ધરણા

  • ન્યાય માટે સુપ્રીમ કોર્ટ સુધી જવા તૈયાર: કોંગ્રેસ

અમદાવાદ, 13 જૂન, અમદાવાદના કોંગ્રેસ ભવન ખાતે રાજકોટ TRP અગ્નિકાંડની તપાસ SIT મુદ્દે વડગામના ધારાસભ્ય જીગ્નેશભાઈ મેવાણી, સેવાદળના પ્રમુખ લાલજીભાઈ દેસાઈ પ્રેસ કોન્ફરન્સનું આયોજન કર્યું હતું. જેમાં તેઓએ જણાવ્યું હતું કે અમે છેલ્લા 15 દિવસથી રાજકોટ અગ્નિકાંડનું નિરીક્ષણ કરી રહ્યા છે જેમાં એસઆઇટી તપાસ ઉપર ઘણા સવાલ ઊભા થાય છે. સરકાર આરોપીઓને છાવરી રહી છે. SIT તપાસ વડા સુભાષ ત્રિવેદી સરકારના માનિતા છે.

લોકોને લાગી રહ્યું છે કે અમને ક્યારેય નહીં મળે: મેવાણી

રાજકોટ ટીઆરપી અગ્નિકાંડ મુદ્દે વડગામ ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ પ્રેસને સંબોધન કરતાં જણાવ્યું હતું કે, રાજકોટમાં છેલ્લા 14 દિવસથી રોકાયો છું. પીડીતોને મળ્યો શ્રદ્ધાંજલિનો ભાગ બન્યો, પ્રાર્થના સભામાં જોડાયો, ત્યાંના લોકલ પત્રકારો સાથે વાત કરી આ મુદ્દે બુદ્ધિજીવીઓ સાથે ચર્ચા કરી, ખેડૂત પરિવારો સાથે ચર્ચા કરી ત્યારે જાણવા મળ્યું કે TRP કાંડમાં અગાઉના મોરબી પુલકાંડ, સુરત તક્ષશિલા અગ્નિકાંડ, વડોદરા હરણીકાંડની જેમ ન્યાય નહીં મળે, આવી તમામ ઘટનામાં રાજ્ય સરકારે એક પણ મુખ્ય આરોપીની ધરપકડ નથી કરી. લોકોને લાગી રહ્યું છે કે, અમને ક્યારેય નહીં મળે જ્યારે SIT તપાસ અધિકારી સુભાષ ત્રિવેદીએ કહ્યું સ્ટાન્ડર્ડ તપાસ ચાલી રહી છે. મારી જાણકારી મુજબ આવી ઘટનાઓમાં પુરાવા એકત્રિત ના થયા હોય તો ક્રાઈમસીનને ડિસ્ટર્બ કરી શકાતો નથી, સરકારે પુરાવા મેળવ્યા નથી એટલે પુરાવા નાશ કરવાનું પ્રયાસ કર્યો છે. તેમજ પેટ્રોલિયમ એક્ટ મુજબ 30 લીટરથી વધારે પેટ્રોલ ના રાખી શકાય છતાં 1500 થી વધારે પેટ્રોલ ગેમજોનમાં હતું. છતાં આ ગુના અંગે FIR માં કલમનો ઉમેરો કરાયો નથી, અગ્નિકાંડની જેમને તપાસ અપાઇ છે એમાંથી બે અધિકારીઓ 24 કલાક પહેલા દારૂ જુગારમાં તોડ કરી રહ્યા હતા. દારૂ જુગારનું તોડ કરતાં અધિકારીઓને તપાસ કમિટીમાં શામેલ કરાયા છે.

20 વર્ષ સુધી ચુકાદો ના આવે તેવી ગોઠવણ કરાઈ

જીગ્નેશ મેવાણી સરકાર તથા SIT ની તપાસ ઉપર આક્ષેપ કરતા જણાવ્યું હતું કે મોરબી કાંડમાં પણ આ જ સુભાષ ત્રિવેદી વડા હતા. પણ જયસુખ પટેલને બચાવવા માટે એવી રીતે વકીલોની ટીમ સાથે મળીને રચના કરવામાં આવી છે કે 20 વર્ષ સુધી ચુકાદો ના આવે તેવી ગોઠવણ કરાઈ છે. આ તમામ ઘટનાઓની સાથે ટીઆરપીમાં પણ ન્યાય મળશે કે નહીં? તેવો કોંગ્રેસ સવાલ કરે છે. પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી ઉપર આક્ષેપ કરતા તેમને જણાવ્યું હતું કે જે શહેરવાસી હોય તેમને મુખ્યમંત્રી પદ અપાવ્યું, તે વિજય રૂપાણી હવે સ્વાર્થી બની ગયા છે. સી આર પાટીલ સહિત ભાજપના 25 સાંસદો, હાલના આંકડા મુજબ 161 ભાજપના ધારાસભ્યો એક વખત પણ પીડિતોને મળવા નથી ગયા.

જીવ ગુમાવ્યાનો તેનો સાચો આંકડો બહાર નથી આવ્યો

કોંગ્રેસ સેવાદળ પ્રમુખ લાલજી દેસાઈએ પત્રકારોની સંબોધન કરતા જણાવ્યું હતું કે ઘટના બનવાનું કારણ 1500 લિટર પેટ્રોલ હતું. બીજી બાજુ અંદર કામ ચાલતું હતું. અને નિયમ મુજબ જ્યાં સુધી તપાસ ના થાય ત્યાં સુધી ક્રાઇમ સીનને ડિસ્ટર્બ નથી કરી શકાતા પરંતુ રાતના અંધારામાં બધુ નાશ કરી દેવાયું અને ખાલી કરી ક્રિકેટના ગ્રાઉન્ડમાં ફેરવી દેવાયું, તેમણે મૃત્યુના સરકારના આંકડા ઉપર આક્ષેપ કરતા જણાવ્યું કે મૃત્યુનો સાચો આંકડો કયો છે એ હજુ સુધી કોઈને ખબર નથી ક્યાંક 27 ચાલે છે ક્યાંક 32 તો ક્યાંક 35 ત્યારે અમારી તપાસ મુજબ 71 થી વધારે લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હોય તેવું લાગી રહ્યું છે. કારણ કે 3000 ડિગ્રીનું અગ્નિનું તાપમાન હતું. જેઓનાં તો અવશેષો પણ નથી મળ્યા સાથે 15 થી 17 એવા લોકો હતા કે નેપાળથી આવ્યા હતા અને ત્યાં કામ કરતા હતા. તેમના પરિવારજનોને પણ આ ઘટનાની જાણ નહીં હોય કે તેમના સભ્યએ આમાં જીવ ગુમાવ્યો છે.

15 જૂને CP ઓફિસે ધરણા, 25 જૂને રાજકોટ બંધનું એલાન

આ તમામ પ્રેસ કોન્ફરન્સમાં કોંગ્રેસે મહત્વની જાહેરાત કરી છે કે, આવનારી 15 જૂનનાં રોજ ખેડૂતોને ન્યાય મળે તે માટે રાજકોટ પોલીસ કમિશનર ઓફિસની બહાર ધરણા કરવામાં આવશે. સાથે 25 જૂનના રોજ સમગ્ર રાજકોટ બંધનું એલાન કરવામાં આવશે. મહત્વનું છે કે 25 જૂનના રોજ કોઈ પણ પ્રકારનો વિરોધ તથા આક્રોશ કરીને નહીં પરંતુ માસિક પુણ્યતિથિ હોવાને લઈને પીડિતોને શ્રદ્ધાંજલિ પાઠવવા માટે લોકોને શાંતિપૂર્વક બંધનું એલાન પાડવા માટે અપીલ કરવામાં આવશે.

આ પણ વાંચો..રાજકોટ અગ્નિકાંડમાં પુત્ર મૃત્યુ પામતા પિતાને આઘાત લાગ્યો, સારવાર દરમિયાન દમ તોડ્યો

Back to top button