ગુજરાત

રાજકોટ: આ પુલ પર અંતે બસ, ટ્રક સહિતના વાહનો માટે પ્રતિબંધ

રાજકોટના જામનગર રોડથી પ્રવેશદ્વાર જેવા સાંઢીયા પુલ પર અંતે મોટરથી ઉંચા બસ, ટ્રક સહિતના વાહનો માટે ટ્રાફિક બંધ કરવાની જાહેરાત કરવામાં આવી છે. આ માટે જાહેરનામુ બહાર પાડવામાં આવતા 24 કલાકમાં જ કોર્પોરેશન અઢી મીટર ઉંચાઇના એંગલ ફીટ કરી દેશે. જે સાથે રવિવારે સાંજથી અથવા સોમવારે સવારથી ભારે વાહનો માટે આ પુલ બંધ થશે.

આ પણ વાંચો: પોલીસ હવે વ્યાજખોરોના ભરડામાં ફસાયેલા લોકોને બચાવશે, હર્ષ સંઘવીએ આપ્યો મહત્ત્વનો આદેશ

એંગલ પુલની બન્ને સાઈડ ફીટ કરવાની કામગીરી શરૂ કરવામાં આવી

રાજકોટના જામનગર રોડ ઉપર આવેલ સાંઢિયાપુલ જર્જરીત થઈ જતા તેના સ્થાને મહાનગરપાલિકા દ્વારા ચાર માર્ગીય પૂલ બનાવવાની તૈયારી શરૂ કરવામાં આવી છે. પરંતુ હાલ ભારે વાહનો માટે પુલ જોખમી હોવાથી પોલીસ કમિશનર દ્વારા કરવામાં આવેલ જાહેરનામા અનુસંધાને પુલ ઉપરથી ભારે વાહનો પસાર ન થઈ શકે તે માટે 2.5 મીટરના એંગલ પુલની બન્ને સાઈડ ફીટ કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. અને ભારે વાહનોમાટે વૈકલ્પીક રસ્તો ચાલુ કરવામા આવ્યો છે.

આ પણ વાંચો: ગુજરાતના તમામ પોલીસ સ્ટેશનોને મળશે આ નવી સુવિધા

આ વાહનો રાબેતા મુજબ સાંઢિયા પુલ પરથી અવર-જવર કરી શકશે

જામનગર રોડ સાંઢિયા પુલ પર ભારે વાહનોની અવર-જવર બંધ કરવા હુકમ ફરમાવતા જાહેરનામાંના અનુસંધાને આગામી 24 કલાકમાં રાજકોટ મહાનગરપાલિકા દ્વારા 2.5 મીટર ઉંચાઈના એંગલ ફીટ કરવામાં આવશે ત્યારબાદ ભારે કોમર્શિયલ વાહનો, મલ્ટી એક્ષેલ વાહનો, બસ, વોલ્વો બસ તથા 2.5 મીટરથી વધુ ઉંચાઈવાળા વાહનોએ વૈકલ્પિક રસ્તાઓ પરથી અવર-જવર કરવાની રહેશે. સિવિલ હોસ્પિટલ ચોકથી જામનગર રોડ તરફ જવા માટે ઓવર બ્રિજ ઉતર્યા બાદ રૂડા કચેરી પાસેથી વળીને રેસકોર્સ રીંગ રોડ થઈને રૈયા રોડ અથવા એરપોર્ટ રોડ પરથી માધાપર ચોકડી તરફ જઈ શકાશે. માધાપર ચોકડીથી આવતા સંજયનગર 24 મી. મેઈન રોડ અથવા બજરંગવાડી મેઈન પરથી 150 ફૂટ રીંગ રોડ અને સિટી તરફ જઈ શકાશે. વિશેષમાં, ઉપરોક્ત ભારે વાહનો સિવાયના તમામ 2 વ્હીલર, 3 વ્હીલર, 4 વ્હીલર, છકડો રીક્ષા, ટેમ્પો રીક્ષા વગેરે રાબેતા મુજબ સાંઢિયા પુલ પરથી અવર-જવર કરી શકશે.

RMCએ લગભગ 40 કરોડના ખર્ચે પુલ વિસ્તૃતિકરણનો પ્રોજેકટ બનાવ્યો

રેલવેએ ભારે વાહન વ્યવહાર માટે આ બ્રીજને અસલામત જાહેર કર્યો છે. કોર્પો.એ લગભગ 40 કરોડના ખર્ચે પુલ વિસ્તૃતિકરણનો પ્રોજેકટ બનાવ્યો છે. જેમાં હજુ રેલવેએ તમામ સંમતિ આપી નથી. બીજી તરફ રેલવેના રીપોર્ટના આધારે આ પુલ ભારે વાહનો માટે બંધ કરવા નિર્ણય લેવાયો છે. જામનગર રોડ સાંઢિયા પુલ પર ભારે વાહનોની અવર-જવર બંધ કરવા હુકમ ફરમાવતા જાહેરનામાંના અનુસંધાને આગામી 24 કલાકમાં રાજકોટ મહાનગરપાલિકા દ્વારા 2.5 મીટર ઉંચાઈના એંગલ ફીટ કરવામાં આવશે ત્યારબાદ ભારે કોમર્શિયલ વાહનો, મલ્ટી એક્ષેલ વાહનો, એસ.ટી. બસ, વોલ્વો બસ તથા 2.5 મીટરથી વધુ ઉંચાઈવાળા વાહનોએ વૈકલ્પિક રસ્તાઓ પરથી અવર-જવર કરવાની રહેશે.

Back to top button