રાજકોટ : વિવાદ વકરતા જ નિયમ બદલાયો, રાત્રે 12 સુધી ગરબા શરૂ રાખી શકાશે
આજે રાજકોટ પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ દ્વારા ગરબા આયોજકો સાથે બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં તેઓએ રાત્રીના 10 સુધી જ ગરબાઓ શરૂ રાખી શકાશે તેવું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું અને જે કોઈ આ નિયમનું ઉલ્લંઘન કરશે તેની સામે કાર્યવાહી કરવામાં આવશે તેવો પણ ઉલ્લેખ કર્યો હતો. જો કે આ જાહેરનામા બાદ વિવાદ સર્જાયો હતો. જેના પગલે સમી સાંજે રાજુ ભાર્ગવ દ્વારા ફરી એકવાર સ્પષ્ટતા કરવામાં આવી હતી અને સરકારના આદેશ બાદ હવે રાત્રીના 12 સુધી ગરબા શરૂ રાખી શકાશે તેવું જાહેર કરવામાં આવ્યું છે.
આ પણ વાચો.. https://humdekhenge.in/in-rajkot-garba-can-be-started-only-till-10-pm-cp-circular-disputes
સુપ્રીમની ગાઈડલાઇન્સ હોવાની વાત આગળ ધરી હતી
મહત્વનું છે કે જ્યારે સીપી ભાર્ગવ આયોજકો સાથે બેઠક કરતા હતા અને આ જાહેરનામું બહાર પાડ્યું ત્યારે તેઓએ તેમાં પોતાનું સ્ટેન્ડ પહેલેથી જ ક્લિયર કરી દેતા આ નિર્ણય પોતાનો નહીં પણ સુપ્રીમની ગાઈડલાઇન્સ હોવાનું જણાવ્યું હતું.