

- કારચાલકે કાબુ ગુમાવતા કાર પલટી ખાઈ ગઈ
- લોધીકાના માખાવડ પાસે આ ઘટના બની છે
- બનાવ અંગે લોધીકા પોલીસે જરૂરી કાર્યવાહી કરી હતી
રાજકોટમાં માતા-પિતાની નજર સામે જ કારની અડફેટે માસૂમ બાળકનું મોત થયુ છે. જેમાં લોધીકાના માખાવડ પાસે આ ઘટના બની છે. તેમાં અકસ્માત સર્જી કાર પલટી મારી ગઈ હતી. જેમાં બાળકને રાજકોટ સિવિલ હોસ્પિટલે ખસેડયો હતો. પરંતુ તેનું મોત નીપજ્યું હતું.
આ પણ વાંચો: અમદાવાદમાં રિવરફ્રન્ટ પર જવાની મજા ડબલ થઇ જશે
કારચાલકે કાબુ ગુમાવતા કાર પલટી ખાઈ ગઈ
રાજકોટમાં જીવલેણ અકસ્માતના બનાવોમાં દિવસેને દિવસે વધારો નોંધાઈ રહ્યો છે. ત્યારે લોધીકાના માખાવડ ગામે હટાણું કરીને ઘરે જતાં દંપતિની નજર સામે જ કારચાલકે 5 વર્ષના બાળકને ઠોકરે લેતાં ગંભીર ઈજા થતાં મોત નીપજયુ હતું. જયારે અકસ્માત સર્જનાર કારચાલકે કાબુ ગુમાવતા કાર પલટી ખાઈ ગઈ હતી. બનાવ અંગે લોધીકા પોલીસે જરુરી કાર્યવાહી કરી હતી.
આ પણ વાંચો: વડોદરામાં ઘરે બેઠા રૂપિયા કમાવાની લાલચમાં યુવાને 49.34 લાખ ગુમાવ્યા
ખાનગી વાહનમાં બેસી પરત આવ્યા ત્યારે પહેલા જયદીપ નીચે ઉતર્યો
મૂળ બાબરાના અને હાલ લોધીકાના માખાવડ ગામે ગણેશ ઇન્ડસ્ટ્રીઝ પાસે ફેક્ટરીની ઓરડીમાં રહી મજૂરી કરતા સંજયભાઈ લધુભાઈ ગોરાસવા તેની પત્ની કાજલબેન અને 5 વર્ષનો પુત્ર જયદીપ ત્રણેય ગઈકાલે હટાણું કરવા ગયા હતા વળતી વખતે ખાનગી વાહનમાં બેસી પરત આવ્યા ત્યારે પહેલા જયદીપ નીચે ઉતર્યો હતો. અચાનક કાર પસાર થતા દોટ મૂકી ભાગવા જતા કારની ઠોકરે ચડી ગયો હતો જયારે કાર પલ્ટી ખાઈ ગઈ હતી દંપતિએ તુરંત જયદીપને રાજકોટ સિવિલ હોસ્પિટલે ખસેડયો હતો પરંતુ અહીં મોત નીપજ્યું હતું. બનાવ અંગે લોધીકા પોલીસે જરૂરી કાર્યવાહી કરી હતી.