ગુજરાતટોપ ન્યૂઝ

રાજકોટ-અમદાવાદ હાઇવે ફરી રક્ત રંજીત, અકસ્માતમાં 4 યુવાનોનાં મોત

Text To Speech

અમદાવાદ લીંબડી હાઇવે ફરી એક વખત રક્ત રંજીત થયો છે. અમદાવાદ લીંબડી હાઈવે ઉપર ગોઝારા અકસ્માતની ઘટના સામે આવી છે. અકસ્માતમાં રાજકોટના 4 આશાસ્પદ યુવાનોના ઘટના સ્થળે જ કમકમાટી ભર્યા કરૂણ મોત થયા છે. બે યુવાનો ગંભીર હાલતમાં હોવાનાં કારણે તતકાલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

પ્રાથમીક માહિતી મુજબ રાજકોટના યુવાનો રાજસ્થાનમાં લગ્ન પ્રસંગમાં જઈ રહ્યા હતા, ત્યારે લીંબડી તાલુકાના કટારીયા ગામ પાસે ઈકો કાર અને ખાનગી લકઝરી વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો અને ઘટના સ્થળે 4 યુવાનોના મોત નિપજ્યા છે. જ્યારે અન્ય બે વ્યક્તિને ઈજાઓ પહોંચતા 108 દ્વારા સારવાર અર્થે લીંબડી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.

ઈકો કારમાં વરરાજાનો ભાઈ સાગર જગદીશ પવાર, અન્ય મિત્ર અનિલ બાલમુકુંદ ચૌહાણ, સંદીપ કિશોર જોટાણિયા, રાઘવ સત્યપ્રકાશ અને રાજ મુકેશ કારમાં નીકળ્યા હતા. કાર ઈમરાન કરીમભાઈ શમા ચલાવતો હતો. પાણશીણા પોલીસની હદમાં આવેલા લીંબડીના કટારિયા ગામ પાસે નવા ટોલટેક્સના બાંધકામ નજીક કાર અમદાવાદથી રાજકોટ તરફથી આવતી મધુરમ ટ્રાવેલ્સ નામની ખાનગી લકઝરી બસ સાથે અથડાઈ પડી હતી. અકસ્માતને પગલે રસ્તા પર ટ્રાફિક જામ થઈ ગયો હતો. ત્યારે પોલીસે આવીને અકસ્માતે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. તો બીજી બાજુ આ યુવાનોના પરિવારને જાણ થતાં ત્યાં શોક ફેલાઈ ગયો હતો.

Back to top button