રાજકોટ : શંકાસ્પદ આતંકવાદીઓ ઝડપાયા બાદ સોની બજારમાં પોલીસનો સપાટો, આટલા લોકો સામે કાર્યવાહી
ગુજરાત ATSએ થોડા દિવસ પહેલા રાજકોટમાં અલકાયદાના આતંકી નેટવર્કનો પર્દાફાશ કર્યો હતો.ગુજરાત ATSએ રાજકોટમાંથી ત્રણ શંકાસ્પદ લોકોની ધરપકડ કરી હતી.અને તેમની પાસેથી હથિયારો પણ કબજે કરવામાં આવ્યા હતી. તેઓ ગુજરાતમાં અલકાયદાનો પ્રચાર-પ્રસાર કરવાનું કામ કરતા હોવાનો ખુલાસો થયો હતો. શહેર સોની બજારમાંથી શંકાસ્પદ આતંકવાદીઓ ઝડપાયા બાદ પોલીસ જાગી છે.સોની બજારમાં SOG પોલીસે પેટ્રોલીંગ હાથ ધરી જાહેરનામા ભંગના 16 ગુના નોંધ્યા છે.
સોની બજારમાં SOG પોલીસે પેટ્રોલીંગ હાથ ધર્યું
રાજકોટના શહેર સોની બજારમાંથી શંકાસ્પદ આતંકવાદીઓ ઝડપાયા બાદ પોલીસ એક્શનમાં આવી છે. અને સોની બજારમાં SOG પોલીસે પેટ્રોલીંગ હાથ ધર્યું છે. પોલીસે આ કાર્યવાહીમાં જાહેરનામા ભંગના 16 ગુના નોંધ્યા છે. આ સાથે એ-ડિવિઝન પોલીસે સોની બજારમાં દુકાન અને મકાન ભાડે આપનાર મકાન માલીકો સામે ગુનો નોંધ્યો છે. અને પોલીસે સોની બજારમાં પરપ્રાંતીય શખ્સોને મકાન કે દુકાનભાડે આપતા પહેલા ફોટો અને આઈકાર્ડ લેવા સૂચના આપી છે. અને શંકાસ્પદ વ્યક્તિ જણાય તો નજીકના પોલીસ સ્ટેશનમાં જાણ કરવા પોલીસે અપીલ કરી છે.
આ પણ વાંચો : ગુજરાતના શિક્ષણ જગતમાં માફિયા રાજ શરૂ કરનાર બોથરા અને આકાશ જેવા ક્લાસીસ પર સરકાર કડક પગલાં લે: વિક્રમ દવે
ઝડપાયેલા આતંકીઓ સોની બજારમાં મજૂરી કામ કરતા હતા
અલકાયદા સાથે સંકળાયેલા આ આતંકીઓની આખી મોડસ ઓપરેન્ડી સામે આવી છે.તેઓ છેલ્લા 6થી 9 મહિનાથી રાજકોટમાં રહેતા હતા. અને સોની બજારમાં આ આતંકીઓ મજૂરી કામ કરતા હતા અને મુસ્લિમ કારીગરોને ભારત વિરૂદ્ધ ભડકાવવાનું કામ કરતા હતા. ATSએ તેમની ધરપકડ કરી ત્યારે તેમના મોબાઈલમાંથી આ મોડ્યૂલની વિચારધારા ફેલાવવા માટેનું સાહિત્ય અને મેસેજ મળી આવ્યા હતા. ATS દ્વારા તેઓની હજુ પૂછપરછ ચાલુ છે. 14 દિવસના રિમાન્ડમાં અનેક હકીકતો બહાર આવે તેવી શક્યતાઓ છે.
આ પણ વાંચો : બ્રેકિંગ ન્યૂઝ: અમદાવાદ જમીન માપણી કચેરીના ભ્રષ્ટાચાર અંગે ચોંકાવનારા ખુલાસા; થયા અનેક પર્દાફાશ