ગુજરાતટ્રેન્ડિંગ

રાજકોટ: સાળંગપુર વિવાદ બાદ હવે અપૂર્વ મુનિના નિવેદનથી વધુ એક વિવાદ

  • માતા જાનકી અને લક્ષ્મણજીને માટે વાપરેલી અભદ્ર ભાષાથી સનાતનધર્મીઓ અને સાધુ-સંતોમાં આક્રોશ.

રાજકોટ: ગુજરાતમાં હમણાં શાંતિ ભાગી પડી છે. એક બાજુ સ્વામીનારાયણ સંપ્રદાય તો બીજી બાજુ સનાતન ધર્મીઓ સામ સામે આવી ગયા છે. હજી તો માડ સાળંગપુર હનુમાનદાદાનો ભીત ચિતોનો વિવાદ માંડ શાંત થયો છે. એવામાં રાજકોટમાં સ્વામીનારાયણ સંપ્રદાયના અપૂર્વ મુનિનું એક નિવેદ વિવાદીત બન્યું છે. સીતામાતા અને લક્ષ્મણજી માટે વાપરેલી અભદ્ર ટિપ્પણીથી સનાતન ધર્મીઓ તેમજ સાધુ-સંતોમાં ભારે આક્રોશ ફેલાયો છે.

રાજકોટમાં કાલાવડ રોડ પર આવેલા સ્વામીનારાયણ મંદિરના અપૂર્વ મુનિનો એક વિડિયો વાઇરલ થયો છે, જેમાં તેઓ પ્રભુ શ્રીરામને બચાવવા માટે સીતામાતા અને લક્ષ્મણજી વચ્ચે થયેલા એક પ્રસંગને ટાંકીને એવું બોલતા જણાઈ રહ્યા છે કે ‘સીતાજી લક્ષ્મણજીને કહે છે કે તમારા ભાઈને બચાવવા જાઓ. ત્યારે લક્ષ્મણજી કહે છે કે મારા ભાઈનું નામ લેવાથી લોકોની તકલીફ મટે છે તો મારા ભાઈને તકલીફ હોય જ નહીં. આ સમયે સીતાજી અપશબ્દો બોલ્યાં છે, કટુ શબ્દો બોલ્યાં છે. તેઓ કહે છે કે લક્ષ્મણજી, મને ખબર છે તારી દાનત ખરાબ છે. તું તેર વર્ષથી અમારી ભેગો એટલે ફરે છે કે રામ મરી જાય તો હું તારી સાથે લગ્ન કરું. હું મરી જઈશ, પણ તારી સાથે તો ક્યારેય લગ્ન નહીં કરું.’

આ પણ વાંચો: નવી સંસદના ઉદ્ઘાટન માટે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને આમંત્રણ ન આપવું, સનાતન ધર્મનું ઉત્તમ ઉદાહરણ: ઉદયનિધિ સ્ટાલિન

રાજકોટના સ્વામીનારાયણ મંદિરના અપૂર્વ મુનિનું આ પ્રકારની ટિપ્પણી વાળો આ વિડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થતાં સનાતન ધર્મના સાધુ-સંતોમાં ભારે રોષ ભેલાયો છે. ગઈ કાલે રાજકોટમાં જગન્નાથજી મંદિરે આ મુદ્દે સાધુ-સંતો એકઠા થયા હતા અને અપૂર્વ મુનિને આ મુદ્દે માફી માગવા માટેની માગણી કરી હતી. યોગીરાજ મનોહરદાસે ચીમકી ઉચ્ચારતાં એવું કહ્યું હતું કે ‘આ વ્યક્તિ જો આ બયાન પર માફી ન માગે તો આ મામલો એટલો મોટો થશે કે કદાચ તે એક દિવસ માફી માગવાને લાયક નહીં રહે. તેને અમે છોડીશું નહીં.’

આમ માંડ હજી સાળંગપુર ભિત ચિત્રો વિવાદ સમેટાયો હતો ત્યાં તો ફરી અપૂર્વ મુનિમનો વિડિયો વાયરલ થતાં સ્વામીનારાયણ સંપ્રદાય સામે સનાતનધર્મીઓ અને સાધુ-સંતોનો આક્રોશ વધ્યો છે. આવી તથ્ય વગરની વાતો કરનાર મુનિ માફી માગે તેવી માંગ ઊઠી છે.

આ પણ વાંચો: આણંદના વિવાદિત નાયબ કલેક્ટરના પતિ સહિત 3 પોલીસ અધિકારીઓની બદલી

Back to top button