કચ્છ - સૌરાષ્ટ્રગુજરાત

રાજકોટઃ એન્જિનિયરીંગનો અભ્યાસ કરતા વિદ્યાર્થીએ ત્રણ સ્ટૂડન્ટ સામે મોબાઈલ ઝુંટવી લેવાની, માર મારવાની અને પૈસા માગવાની પોલીસ ફરિયાદ કરી

Text To Speech

રાજકોટઃ રાજકોટના કાલાવડ રોડ પર આવેલી આત્મીય કોલેજમાં ઈલેક્ટ્રીકલ એન્જિનિયરીંગનો અભ્યાસ કરતા યુવાનનો અન્ય ત્રણ વિદ્યાર્થીઓએ મોબાઈલ પડાવી લીધા બાદ 2000ની માંગણી કરી માર માર્યો હોવાની પોલીસ ફરિયાદ સામે આવી છે.

આ બનાવની મળતી માહિતી મળતી વિગત મુજબ, શહેરના કાલાવડ રોડ પર મોટેલ ધ વિલેજ પાસે આવેલ સહજાનંદ વાટીકા શેરી નં. 5માં રહેતા 18 વર્ષના પાર્થ ભાણજીભાઈ રાઠોડ નામના અનુસૂચિત જાતિના યુવાને તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. જે મુજબ આરોપી તરીકે આત્મીય કોલેજમાં જ અભ્યાસ કરતા માનવ ચોટલીયા, ધાર્મિક ભટ્ટી અને એક અજાણ્યા શખ્સે મોબાઈલ ઝુંટવી માર માર્યો હોવાનું જણાવ્યું છે.

વાંચોઃ રાજકોટના જેતપુરમાં ચારિત્ર્યની શંકા કરી 19 વર્ષની પત્નીનું ગળું દબાવીને હત્યા કરી, દોઢ વર્ષ પહેલાં જ થયાં હતા લગ્ન

પોલીસ ફરિયાદ મુજબ યુવાન આત્મીય કોલેજમાં ઈલેક્ટ્રીકલ એન્જિનિયરીંગનો અભ્યાસ કરે છે. જ્યારે આરોપીઓ તેના બાજુના ક્લાસમાં અભ્યાસ કરે છે. ત્રણેય આરોપીઓ છેલ્લા ઘણા સમયથી અનુસૂચિત જાતિના યુવાનને નાની નાની બાબતમાં હેરાન કરી ત્રાસ આપતા હતા.

ગઈકાલે માનવ ચોટલીયા અને ધાર્મિક ભટ્ટીએ પાર્થનો 20 હજારનો મોબાઈલ પડાવી લીધો હતો. જે પરત જોઈતો હોય તો 2000 આપવા પડશે તેમ કહી હેરાન કરતા હતા. જે બાબતે ઝઘડો થતા ત્રણેય શખ્સોએ પાર્થ રાઠોડને કલાસ રૂમમાં ઢીકાપાટુનો માર માર્યો હતો. ત્યારબાદ પાર્કીંગમાં લઈ જઈ ફરી ઢીકાપાટુનો માર મારી હડધૂત કર્યો હતો.

વિદ્યાર્થી યુવાનને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જેની ફરિયાદ પરથી પોલીસે ત્રણેય વિદ્યાર્થીઓ સામે માર મારી જ્ઞાતિ પ્રત્યે હડધૂત કરવા અંગેનો ગુનો નોંધ્યો છે. પોલીસની પુછપરછમાં પાર્થ રાઠોડના પિતા ભાણજીભાઈ રાઠોડ લક્ષ્મીનગર પીજીવીસીએલમાં જુનિયર એન્જીનીયર તરીકે નોકરી કરતા હોવાનું જાણવા મળ્યું છે.

Back to top button