કચ્છ - સૌરાષ્ટ્રગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

રાજકોટનો રસપ્રદ કિસ્સો, દોસ્તે દોસ્તની મૂર્તિ સ્થાપિત કરી, હવે દરરોજ કરે છે પૂજા

  • મિત્રો એટલે બે શરીર અને એક આત્મા
  • મિત્રતાના સબંધનો અદભુત કિસ્સો
  • મિત્ર દુનિયામાં છોડી જતો રહેતા મૂર્તિ બનાવી પૂજે છે
  • ભગવાનની જેમ કરે છે મૂર્તિની પૂજા

મિત્ર શબ્દ સાંભળતાની સાથે જ આપણો જે પ્રિય મિત્ર હોય તેનો ચહેરો આપણી નજર સામે આવી જાય છે અને તે સાથે જ આપણા ચહેરા પર સ્મિત પણ.મિત્રનો સંબંધ એક એવો અનોખો સંબંધ છે જે આ દુનિયાના બધા જ સંબંધોથી પર છે. સુખ હોય કે દુ:ખ ગમે તેવી પરિસ્થિતિ આવી જાય, ભલે આખી દુનિયા સાથ છોડી દે પણ તે તો હંમેશા પડછાયાની માફક સાથે જ રહે છે. એક સમયે પડછાયો પણ અંધારામાં સાથ છોડી દે છે પરંતુ જો મિત્ર હાથ પકડી લે તો તે આખી જીંદગીભર નથી છોડતો.આ વાતને સાચી સાબિત કરતો કિસ્સો રાજકોટમાંથી સામે આવ્યો છે. જેમાં એક મિત્ર કે જેના મિત્રએ દુનિયામાંથી વિદાય લઈ લેતા તે પોતાના મિત્રને ભગવાનની જેમ પૂજે છે.

જીગરજાન મિત્રની કરે છે પૂજા
કૃષ્ણ અને સુદામાની મિત્રતાને ઇતિહાસમાં આજે પણ યાદ કરવામાં આવે છે. ઈતિહાસમાં મિત્રતાના ઘણા કિસ્સાઓ આપણે સાંભળ્યા હશે. પણ આવા કિસ્સાઓ જેવો જ એક કિસ્સો હાલની દુનિયામાં પણ જોવા મળ્યો છે. રાજકોટના જેતપુરમાં એક મિત્રએ દુનિયા છોડી દેતા અન્ય મિત્ર દ્વારા તેની પુજા કરવામાં આવે છે. આપણે સ્મશાનમાં અનેક મૂર્તિઓ જોઈ હશે. ત્યારે આ મૂર્તિઓની સાથે જ જેતપુરના એક મિત્રએ પણ પોતાના મિત્રની મૂર્તિ બનાવી તેની પૂજા કરે છે. છેને નવાઈની વાત..

rajkot-humdekhengenews

મિત્રના મૃત્યુ બાદ કોઈ જગ્યાએ ચેન નહોતો પડતો
પ્રાપ્ત વિગતો અનુસાર, રાજકોટના જેતપુરમાં રહેતા ચંદુભાઈ મકવાણા બાંધકામ ઉદ્યોગ સાથે સંકડાયેલા છે. તેમનો એક અપ્પુભાઈ કરીને ખાસ મિત્ર હતો. બંન્ને વચ્ચે એટલી ગાઢ મિત્રતા હતી કે બંન્ને એકબીજા માટે જાન આપવા તૈયાર રહેતા હતા. બન્ને મૂળ ભાવનગરના રહેવાસી, ચંદુભાઈ પોતાના કામ ધંધા માટે જેતપુર આવી ગયા હતા. તે સમયે અપ્પુભાઈનો અકસ્માત થયો હતો. જે વાતની જાણ થતા ચંદુભાઈ તેને મળવા નીકળ્યા હતા. પરંતુ તે પહોંચે તે પહેલા અપ્પુભાઈ આ દુનિયા છોડીને જતા રહ્યા હતા. જે બાદ ચંદુભાઈના જીવનમાંથી જાણે સ્મિત જતું રહ્યું હોય તેમ તેમને કોઈ જગ્યાએ ચેન પડે નહીં અને રોજ મિત્ર યાદ આવે. કોઈ મુશ્કેલી હોય, કામ પુરા થતા ન હોય ત્યારે ચંદુભાઈને તેમનો મિત્ર અપ્પુ યાદ આવે અને તેના સ્મરણ સાથે જ ચંદુભાઈના અટકેલા કામ પુરા થાય.

આ પણ વાંચો : international friendship day: શા માટે અને કેવી રીતે આંતરરાષ્ટ્રીય મિત્રતા દિવસની શરૂઆત થઈ?

મિત્રની મૂર્તિ બનાવી સ્મશાનમાં સ્થાપિત કરી
ચંદુભાઈને અપ્પુ જાણે કે, અદ્રશ્ય રહીને દરેક કામમાં સાથે જ હોય તેવી અનુભૂતિ થતી હતી. જેથી હંમેશા પોતાના દિલમાં વસી ગયેલા અપ્પુને કાયમ જીવંત રાખવા માટે ચંદુભાઈને કંઈક કરવાનો વિચાર આવ્યો અને તેમણે તેમની મૂર્તિ બનાવીને જેતપુરના સ્મશાનમાં સ્થાપિત કરી હતી.જેની ચંદુભાઈ દ્વારા રોજ પૂજા કરવામાં આવે છે. ચંદુભાઈ દિવસની શરૂઆત કરતા પહેલા ઘરેથી નીકળીને સ્મશાન ખાતે જાય છે. અને સૌ પ્રથમ તેમના મિત્રની પુજા કરે છે.

rajkot-humdekhengenews

મૃતક મિત્રના નામે કરાવે છે બટુક ભોજન
એટલું જ નહિ, ચંદુભાઈ પોતાના મિત્ર અપ્પુભાઈના નામ પર બટુક ભોજન કરાવે છે. તો દર વર્ષે સમૂહ લગ્ન પણ પોતાના મિત્રના નામ પર કરાવે છે. એટલું જ નહીં તેમણે તેમના શો-રૂમનું નામ પણ પોતાના જીગર જાન મિત્રના નામ પર રાખ્યું છે. આ ઉપરાંત તેમની કન્ટ્રક્શન કંપનીનું નામ પણ અપ્પુ કન્ટ્રક્શન છે.

આ પણ વાંચો : Friendship Day 2023: જાણો કઇ રાશિના લોકો નથી બની શકતા સારા મિત્રો

Back to top button