રાજકોટ : બે બાળકોના પિતાએ દીકરીની ઉંમરની સગીરાનો દેહ અભડાવ્યો
રાજકોટ શહેરમાં દુષ્કર્મની વધુ એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. જેમાં બે સંતાનોનાં પિતાએ તરુણીને ફોસલાવીને ચાલતી સ્લીપર બસમાં દુષ્કર્મ આચર્યું હોવાનું સામે આવ્યું છે. બે મહિનાનો ભાઇ સિવિલ હોસ્પિટલમાં દાખલ હતો. ત્યારે રાત્રીના સમયે તે માતા અને ભાઈઓ માટે જમવાનું લેવા ગઈ હતી તે દરમિયાન એક બાઈક ચાલક તરુણી અને તેના બે નાના ભાઇઓને ફરવા લઈ જવાની લાલચ આપી બાઈક ઉપર બેસાડીને રેસકોર્સ લઇ ગયો હતો.
ભાઈઓને હોસ્પિટલ ઉતારી સગીરાને ચોટીલા ફરવા જવાની લાલચ આપી સાથે લઈ ગયો
બાદમાં બંને ભાઈઓને હોસ્પિટલ નજીક ઉતારી તરુણીને ચોટીલા ફરવા લઈ જવાનું તથા વાપરવા માટે રૂપિયા આપવાની લાલચ આપી બાઇકમાં બેસાડી ગ્રીનલેન્ડ ચોકડી લઈ ગયો હતો. ત્યાંથી એક સ્લીપર બસમાં બેસાડી બાળકીને બસની ઉપરની સીટમાં મોકલી પાછળથી પોતે પણ સીટમાં ગયો અને માસુમને પ્રથમ રૂપિયા અને બાદમાં મોબાઈલની લાલચ આપી હતી. જોકે આમ છતાં તેણી તાબે નહીં થતા બળજબરીથી કપડાં ઉતરાવી કુકર્મ આચર્યું હતું. બાળકીને હવસનો શિકાર બનાવી તેણે રસ્તામાં બસ રોકાવી હતી અને બંને તેમાંથી નીચે ઉતરી રસ્તા ઉપરથી ગાડી ભાડે કરી પરત રાજકોટ આવી ગયા હતા. જ્યાં હવસખોર બાળકીને હોસ્પિટલ પાસે ઉતારી ભાગી ગયો હતો.
દરમ્યાન સાડા અગિયાર વાગે પરત આવેલા બન્ને પુત્રએ કહ્યું હતું કે, લોટરી બજાર નજીક જમવાનું લેવા ગયા ત્યારે હોન્ડા લઇને આવેલા અજાણ્યો શખસ ત્રણેયને બાઇકમાં બેસાડીને થોડીવાર રેસકોર્સ ફેરવીને ત્રણેયને લઇ હોસ્પિટલના દરવાજા પાસે આવી બન્ને ભાઈઓને ઉતારી 16 વર્ષની બહેનને લઈ ગયો હતો. આ જાણીને પુત્રીને શોધવા તેમજ ફરિયાદ કરવા પોતે પ્રદ્યુમનનગર પોલીસ મથક ગયા હતા. દરમિયાન રાતે અઢી-ત્રણ વાગ્યાના અરસામાં સિવીલમાં બાળકોના દવાખાના પાસે પહોંચ્યા ત્યારે અપહૃત પુત્રી પગથીયા પાસે બેઠી હતી. પોલીસે તરૂણીને વિશ્વાસમાં લઇને પૂછપરછ કરતા તરૂણીએ કહ્યું હતું કે, એ બાઇક સવાર શખ્સ ચોટીલા ફરવા જવાનું કહીને ગ્રીનલેન્ડ ચોકડીએ બાઇક પાર્ક કરીને તેને એક ટ્રાવેલ્સની બસમાં ઉપરની સીટમાં સુવડાવી હતી. બાદમાં રૂપિયા 500 આપવાનું કહી શરીર સંબંધ બાંધવાની માગણી કરી હતી. ઇન્કાર કરતા મોબાઇલની લાલચ આપી હતી, છતાં તાબે નહીં થતાં બળજબરીથી નીચેના વસ્ત્રો ઉતરાવીને દુષ્કર્મ ગુજાર્યું હતું.
પોલીસે ગણતરીની કલાકોમાં આરોપીને ઝડપી લીધો