રાજકોટઃ નવા 150 ફુટ રિંગ રોડ એક્ટિવા પાર્ક કરીને ઊભેલા 53 વર્ષના કારખાનેદારને બેકાબૂ ટ્રકે હડફેટે લીધા, સારવાર દરમિયાન મોત
રાજકોટ શહેરમાં નવા 150 ફૂટ રિંગ રોડ પર કણકોટ ચોક પાસે એક્ટિવા પાર્ક કરી ઉભેલા કારખાનેદારને બેકાબૂ ટ્રકે ઠોકર લેતા તેનું મોત નીપજ્યું હતું. બનાવની જાણ થતાં રાજકોટ તાલુકા પોલીસે અકસ્માત બાદ નાસી જનાર ટ્રક ચાલક સામે ગુનો નોંધી તેને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે.
પ્રાપ્ત વિગત મુજબ શહેરના 80 ફૂટ રોડ પર આદર્શ સીટીમાં રહેતા અરવિંદભાઈ પાંભર (ઉ.વ.53) તેનું એક્ટિવા લઈને નવા 150 ફૂટ રોડ પર કણકોટ ચોકડી પાસે ઉભા હતા. તે દરમિયાન બેકાબૂ ટ્રકે ઠોકરે લઈ નાસી જતા તેને ગંભીર હાલતમાં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા હતા જ્યાં તેનું મોત નિપજયું હતું. આ અંગે તાલુકા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.
પોલીસની પ્રાથમિક તપાસમાં અરવિંદભાઈ વાવડીમાં કારખાનું છે અને સંતાનમાં બે પુત્રો છે. મળતી વિગત મુજબ તેઓ તેમનું એક્ટિવા લઈને ગયા હતા ત્યારે નવા 150 ફૂટ રીંગ રોડ પર એકટીવા પાર્ક કરીને ઉભા હતા, તે દરમિયાન આ બનાવ બન્યો હતો. હાલ પોલીસે અકસ્માતનો કેસ નોંધી વિગતવાર તપાસ શરૂ કરી છે.