રાજકોટઃ 65 વર્ષના નરાધમે બે બાળકી સાથે હેવાનિયત કરી, ગણતરીના કલાકમાં પોલીસે પકડી જેલ હવાલે કર્યો
રાજકોટમાં 65 વર્ષના નરાધમની હેવાનિયત સામે આવી છે. આ હવસખોરે એક નહીં પણ બે-બે બાળકીને પોતાની હવસનો શિકાર બનાવી હતી. રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકાના સડક પીપળીયા ગામમાં 65 વર્ષના એક નરાધમે હેવાનિયતની હદ વટાવી દીધી. સડક પીપળીયા ગામની સીમમાં આવેલ એક કારખાનાની ઓરડીમાં સાડા ત્રણ વર્ષની માસૂમ બાળકી પર દુષ્કર્મની ચેષ્ટા કરી હતી. બાળકી લોહીલુહાણ બની ગઇ ત્યાં સુધી પીંખ્યા કરી. બીજી પાંચ વર્ષની બાળકી સાથે બિભત્સ અડપલા કર્યા હતા.
આ ઘટના બાદ પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. અને ગોંડલ તાલુકા પોલીસે ઘટનાની ગણતરીની કલાકોમાં જ આરોપી સાલિકરામ રામસરધાર નામના 65 વર્ષના આ હવસખોરને ઝડપી લીધો હતો. જેને કોર્ટમાં રજૂ કરી જેલ હવાલે કરવામાં આવ્યો છે.
આરોપી સાલિકરામ રામસધાર ઉત્તરપ્રદેશનો રહેવાસી છે. સડક પીપળીયા ગામે આવેલી મજૂર કોલોનીમાં રહેતી દીકરીના ઘરે આવ્યો હતો. અહીં પાડોશમાં રહેતા પરિવારની એક પાંચ વર્ષની અને બીજી સાડા ત્રણ વર્ષની બાળકીઓને પ્રસાદી અને મીઠાઈ આપવાના બહાને રૂમમાં લઇ જઇ સાડા ત્રણ વર્ષની બાળકી સાથે દુષ્કર્મની જઘન્ય ચેષ્ટા કરી હતી.