રાજકોટ : પાણીના ખાડામાં બે બાળક સહિત 5 ડૂબ્યા, કાકી – ભત્રીજાના મોત
રાજકોટમાં આજે રવિવારે સાંજે એક ગોઝારી ઘટના બની છે. શહેરની ભાગોળે નવાગામના ઢોરા પાસે તળાવમાં પાંચ લોકો ડૂબ્યા હતા જેમાંથી એક મહિલા અને એક બાળકનું મોત નિપજ્યું છે અને ત્રણ લોકોને સલામત બહાર કઢાયા છે. બંને મૃતદેહોને સિવિલ હોસ્પિટલમાં પીએમ અર્થે ખસેડવામાં આવ્યા છે.
રાજકોટ : નવાગામ રંગીલાનગર પાસે પાણીના ખાડામાં દુર્ઘટના
કપડાં ધોવા સમયે એક બાદ એક 5 લોકો ડૂબી ગયા
પાણીમાં ગરકાવ થયેલ બાળક અને બાળકીને બચાવવા જતા 3 લોકો પાણીમાં ડૂબી ગયા
1 મહિલા અને 1 બાળકનો મૃતદેહ કઢાયો અને 3 ને બચાવી લેવાયા#Rajkot #navagam #Gujarat #humdekhengenews pic.twitter.com/ZyREw39LFy— Hum Dekhenge News (@humdekhengenews) September 18, 2022
શું છે આખી ઘટના ?
મળતી માહિતી મુજબ, રાજકોટના નવાગામ રંગીલા નગર પાસે પાણીના ખાડામાં કપડાં ધોવા સમયે એક બાદ એક પાંચ લોકો ડૂબી ગયા હતા. પાણીમાં ગરકાવ થયેલ એક બાળક અને બાળકીને બચાવવા જતા ત્રણ લોકો પાણીમાં ડૂબી ગયા હતા. ડૂબેલા પાંચ પૈકી એક મહિલા અને એક બાળકીનું મૃત્યુ થયુ છે જ્યારે 3 ને બચાવી લેવામાં આવ્યા છે. રાજકોટ ફાયરબ્રિગેડની ટીમને જાણ થતા જ ટીમ પહોંચી ગઇ હતી અને રેસ્ક્યુ દરમિયાન એક મહિલા અને એક યુવતીને 108 મારફતે ગંભીર હાલતમાં સિવિલમાં ખસેડાઇ હતી.