એ બમ ધમાકો જેમા પૂર્વ PM રાજીવ ગાંધીની થઈ હત્યા, જાણો શું હતી આખી ઘટના
HD ન્યૂઝ ડેસ્કઃ ભારત રત્ન પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીની આજે જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી રહી છે. રાજીવ ગાંધીનો જન્મ 20 ઓગસ્ટ 1944ના રોજ થયો હતો. 1991માં એક ચૂંટણી રેલીમાં બોમ્બ વિસ્ફોટમાં તેમની હત્યાએ સમગ્ર દેશને આંચકો આપ્યો હતો. શ્રીલંકામાં સ્થિત એક સશસ્ત્ર તમિલ અલગતાવાદી સંગઠન લિબરેશન ટાઈગર્સ ઓફ તમિલ ઈલમ (LLTE) દ્વારા તેમની હત્યા કરવામાં આવી હતી.
રાજીવ ગાંધી મે 1991માં ચૂંટણી પ્રચારમાં વ્યસ્ત હતા. 21 મેના રોજ આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમમાં પ્રચાર કર્યા પછી, તેમનો આગામી સ્ટોપ તમિલનાડુમાં શ્રીપેરમ્બદુર હતો. જ્યાં તેઓ જી.કે.મૂપનાર માટે પ્રચાર કરવાના હતા. મદ્રાસ (હાલ ચેન્નાઈ) પહોંચ્યાના બે કલાક પછી, રાજીવ ગાંધીને કારમાં શ્રીપેરમ્બદુર લઈ જવામાં આવ્યા.
રેલીના સ્થળે પહોંચ્યાઃ આ દરમિયાન તેઓ રસ્તામાં કેટલાક અન્ય ચૂંટણી પ્રચાર સ્થળોએ રોકાયા હતા. આ પછી લગભગ 10 વાગ્યાની આસપાસ રાજીવ ગાંધી શ્રીપેરમ્બદુરમાં ચૂંટણી રેલીના સ્થળે પહોંચ્યા. અહીં કોંગ્રેસના કાર્યકરો અને શાળાના બાળકોએ તેમનું સ્વાગત કર્યું હતું. રેલીના સ્થળે પુરુષો અને મહિલાઓ માટે બે અલગ-અલગ ગેલેરીઓ હતી. આ રેલીમાં મહિલા ોઆત્મઘાતી બોમ્બર ધનુ અને એલટીટીઈના અન્ય સભ્યો પણ હાજર હતા.
મોટી સંખ્યામાં લોકો ઘાયલ પણ થયાઃ આ વિસ્ફોટમાં રાજીવ ગાંધી, તેમના હત્યારા ધનુ અને અન્ય 14 લોકો માર્યા ગયા હતા. આ સાથે મોટી સંખ્યામાં લોકો ઘાયલ પણ થયા છે. રાજીવ ગાંધી દેશના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નેહરુના પૌત્ર અને ઈન્દિરા ગાંધી અને ફિરોઝ ગાંધીના મોટા પુત્ર હતા. તેમના લગ્ન સોનિયા ગાંધી સાથે થયા હતા.