મનોરંજન

રજનીકાંતની ‘જેલર’ બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી રહી છે.રિલીઝના 11માં દિવસે પણ ફિલ્મની કમાણીમાં જબરદસ્ત ઉછાળો

Text To Speech

સની દેઓલ અને અમીષા પટેલ સ્ટારર ‘ગદર 2’ બોક્સ ઓફિસ પર બુલેટ કરતા પણ વધુ ઝડપથી કમાણી કરી રહી છે. બીજી તરફ, ‘ગદર 2’ના તોફાન સામે રજનીકાંતની ‘જેલર’ પણ ઉભી છે અને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય બોક્સ ઓફિસ પર પણ જોરદાર કલેક્શન કરી રહી છે. આ ફિલ્મ લોકોનો ખુબ જ પસંદ આવી રહી છે. રજનીકાંતની ફિલ્મ 300 કરોડના ક્લબને સ્પર્શવાથી થોડાક જ ડગલાં દૂર છે. ચાલો જાણીએ કે ફિલ્મે રિલીઝના 11મા દિવસે કેટલા કરોડની કમાણી કરી છે.નેલ્સન દિલીપકુમાર દ્વારા નિર્દેશિત ફિલ્મ ‘જેલર’ 10 ઓગસ્ટના રોજ રીલિઝ થઈ હતી. આ ફિલ્મથી રજનીકાંતે બે વર્ષ બાદ સિલ્વર સ્ક્રીન પર કમબેક કર્યું હતું.

જેલર કલેક્શન દિવસ 1 : રજનીકાંતની 'જેલર'ની બોક્સ ઓફિસ પર સુનામી : પ્રથમ  દિવસે જ બનાવ્યા આ

આ પણ વાંચો :પરિણીતી ચોપરા અને રાઘવ ચઢ્ઢાના લગ્નની તારીખ આવી સામે

આ સાથે ફિલ્મ તેના શરૂઆતના દિવસથી જ સારો બિઝનેસ કરી રહી છે. આ ફિલ્મ ઘણી ભાષાઓમાં રિલીઝ થઈ હતી.વૈશ્વિક સ્તરે રજનીકાંતની ફિલ્મે 375 કરોડ રૂપિયાથી વધુની કમાણી કરી છે અને તેની સાથે જ ‘જેલર’નું કલેક્શન દરેક પસાર થતા દિવસે વધી રહ્યું છે. ‘ગદર 2’ અને ‘OMG 2’ની કઠિન સ્પર્ધા હોવા છતાં, ફિલ્મે 9મા દિવસે નેશનલ બેલ્ટમાં 10.05 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. બીજી તરફ 10માં દિવસે ફિલ્મની કમાણીમાં જબરદસ્ત ઉછાળો આવ્યો હતો અને તેણે 16.25 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. તે જ સમયે, ફિલ્મની રિલીઝના 11માં દિવસના પ્રારંભિક આંકડા પણ આવી ગયા છે.

આ પણ વાંચો : સની દેઓલની ફિલ્મએ 10 દિવસમાં કરી જોરદાર કમાણી, ફિલ્મ પહોંચી 400 કરોડને પાર

Back to top button