મનોરંજન

રજનીકાંતની દીકરી ઐશ્વર્યાના ઘરમાંથી લાખોના દાગીનાની ચોરી, આ વ્યક્તિ પર શંકા

Text To Speech

સુપરસ્ટાર રજનીકાંતની મોટી પુત્રી ઐશ્વર્યા રજનીકાંતના ઘરેથી લાખો રૂપિયાના સોનાના ઘરેણાની ચોરી થઈ છે. ઐશ્વર્યા રજનીકાંતે ચેન્નાઈના તિનામપેટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે, જેમાં દાવો કરવામાં આવ્યો છે કે તેના ચેન્નાઈના ઘરના લોકરમાંથી 60 તોલા સોના અને હીરાના દાગીના ગુમ થઈ ગયા છે. અને તેની કિંમત 3.60 લાખ રૂપિયા હોવાનું કહેવામાં આવી રહ્યું છે.

રજનીકાંતની દીકરી ઐશ્વર્યાના ઘરેથી દાગીનાની ચોરી

પોતાની ફરિયાદમાં ઐશ્વર્યાએ જણાવ્યું હતું કે તેણે છેલ્લે 2019માં તેની બહેન સૌંદર્યાના લગ્નમાં ઘરેણાં પહેર્યા હતા. ચોરી થયેલા દાગીનામાં હીરાના સેટ, જૂના સોનાના દાગીના, નવરત્ન સેટ, નેકલેસ અને બંગડીઓ સામેલ હતી. આ દાગીનાને તેને બહેનના લગ્નમાં પહેર્યા બાદ લોકરમાં રાખ્યા હતા. પરંતુ 10 ફેબ્રુઆરીએ જોયું તો ઘરેણા ન હતા.

રજનીકાંતની દીકરી-humdekhengenews

બહેનના લગ્ન બાદ લોકર ત્રણ વખત શિફ્ટ કર્યું

ઐશ્વર્યાએ જણાવ્યું કે બહેનના લગ્ન બાદ લોકર ત્રણ વખત શિફ્ટ કર્યું હતુ, જેમાં ઓગસ્ટ 2021 સુધીમાં, લોકર સેન્ટ મેરી રોડ એપાર્ટમેન્ટમાં હતું. જે બાદ તેને CIT કોલોનીમાં શિફ્ટ કરવામાં આવ્યા હતા. જ્યાં ઐશ્વર્યા ધનુષ સાથે રહી હતી. ત્યાર બાદ એપ્રિલ 2022 માં રજનીકાંતના પોઈસ ગાર્ડન આવાસમાં શિફ્ટ કરવામાં આવ્યા હતા.

ઐશ્વર્યાએ પોલીસ સ્ટેશનમા નોંધાવી ફરિયાદ

મળતી માહિતી મુજબ ફેબ્રુઆરીમાં જ્યારે ઐશ્વર્યાએ લોકર ખોલ્યું ત્યારે ઘરેણાં ગાયબ હોવાથી તે ચોંકી ગઈ હતી. જે બાદ તેણે ઘરના કેટલાક નોકરોને શંકા જતા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આઈપીસીની કલમ 381 હેઠળ કેસ નોંધીને તપાસ શરૂ કરી છે.

 આ પણ વાંચો : બોલિવૂડ એક્ટર દીપક તિજોરીએ પ્રોડયૂસર વિરુદ્ધ નોંધાવી ફરિયાદ, લગાવ્યો આ ગંભીર આરોપ

Back to top button