રજનીકાંતે દિકરીની ફિલ્મમાં કામ કરવા માટે વસૂલી મોટી ફી!
- રજનીકાંત લાલ સલામમાં કેમિયો કરતા જોવા મળશે. આ ફિલ્મની ડિરેક્ટર રજનીકાંતની પુત્રી ઐશ્વર્યા છે. રજનીકાંતે દિકરીની ફિલ્મમાં કેમિયો કરવા માટે પણ મોટી ફી વસૂલી છે.
ચેન્નાઈ, 8 ફેબ્રુઆરીઃ રજનીકાંતની ફેન ક્લબ વિશાળ છે. ચાહકો તેની ફિલ્મોની આતુરતાથી રાહ જોતા હોય છે. તેની કોઈપણ ફિલ્મની રીલીઝ પહેલા જ તે નફો રળી લે છે. આવું જ કંઈક લાલ સલામ ફિલ્મ સાથે પણ થયું છે. ફિલ્મનું માત્ર ટીઝર જ રીલીઝ થયું અને લોકો તે જોવા આતુર બની ગયા છે. રજનીકાંત લાલ સલામમાં કેમિયો કરતા જોવા મળશે. આ ફિલ્મની ડિરેક્ટર રજનીકાંતની પુત્રી ઐશ્વર્યા છે. રજનીકાંતે દિકરીની ફિલ્મમાં કેમિયો કરવા માટે પણ મોટી ફી વસૂલી છે. આ વાત સાંભળીને લોકો આશ્વર્યચક્તિ થઈ ગયા છે.
લાલ સલામમાં રજનીકાંતનો રોલ 30-40 મિનિટનો છે. જેના માટે પ્રતિ મિનિટ ચાર્જ કરવામાં આવે છે. રજનીકાંતે ફિલ્મમાં માત્ર અભિનય જ નથી કર્યો, પરંતુ ફિલ્મના ડાયલોગ્સમાં પણ મદદ કરી છે.
1 મિનિટ માટે 1 કરોડનો ચાર્જ
રજનીકાંતનો ફિલ્મમાં 30-40 મિનિટનો રોલ છે. તે માટે તેણે 1 મિનિટના 1 કરોડ રૂપિયા ચાર્જ કર્યા છે. એટલે કે રજનીકાંતે લગભગ 40 કરોડ રૂપિયાની ફી લીધી છે. એઆર રહેમાને ફિલ્મના મ્યુઝિક લોન્ચ સમયે પણ કહ્યું હતું કે તમિલના સુપરસ્ટારે ડાયલોગ્સમાં પણ ઘણી મદદ કરી છે.
#Anbalane This portion Just Killed it @arrahman ❤ #LalSalaam pic.twitter.com/Oqsr5bQjdd
— A.R.Rahman Vibes (@ARRvibes) February 7, 2024
એઆર રહેમાને એમ પણ કહ્યું હતું કે, ‘જ્યારે ઐશ્વર્યાએ મને ફિલ્મની સ્ટોરી કહી તો મને લાગ્યું હતું કે આ ફિલ્મ બોરિંગ હશે, પણ જ્યારે મેં આ ફિલ્મ જોઈ ત્યારે મેં માર્ક કર્યું કે ફિલ્મના જે સીન મને બોરિંગ લાગતા હતા, તે ખૂબ જ કાળજીપૂર્વક કરવામાં આવ્યા હતા અને હૃદયસ્પર્શી હતા. પછી મેં તેને પૂછ્યું કે ફિલ્મના સંવાદો કોણે લખ્યા છે, તો ઐશ્વર્યાએ કહ્યું,કે ‘મેં લખ્યા અને અપ્પાએ તેમાં થોડો ફેરફાર કર્યો. મને અહેસાસ થયો કે આ તેમની જ વિચારવાની ક્ષમતા હોઈ શકે. કેમકે તેઓ દરેક વસ્તુનો આદર કરે છે, તેણે ઘણું સંશોધન કર્યું છે અને ઘણી દુર્લભ વાતો કહી છે.
લાલ સલામની વાત કરીએ તો આ એક સ્પોર્ટ્સ ડ્રામા ફિલ્મ છે જેમાં વિષ્ણી અને વિક્રાંત લીડ રોલમાં છે. આ ફિલ્મ 9મી ફેબ્રુઆરીએ રીલીઝ થશે.
આ પણ વાંચોઃ નોઈડાનું એરપોર્ટ વર્ષના અંત સુધીમાં થઈ જશે તૈયાર, યુપીને મળશે પાંચ નવા એરપોર્ટ