ટ્રેન્ડિંગમનોરંજન

કલ્કિ 2898 ADની ખૂબ પ્રશંસા કરી રજનીકાંતે, જાણો શું કહ્યું?

  • ફિલ્મ સમીક્ષકોથી લઈને દર્શકો સુધી, જેણે પણ આ ફિલ્મ જોઈ છે તેઓ તેના વખાણ કર્યા વગર રહી શક્યા નથી. હવે ફિલ્મ સ્ટાર્સ પણ કલ્કિ 2898 ADની પ્રશંસા કરી રહ્યા છે

29 જૂન, ચેન્નઈઃ નાગ અશ્વિન દ્વારા નિર્દેશિત આ વર્ષની મોસ્ટ અવેઈટેડ ફિલ્મ ‘કલ્કિ 2898 AD‘ આખરે રીલીઝ થઈ ચૂકી છે. પ્રભાસ, દીપિકા પાદુકોણ, અમિતાભ બચ્ચન અને કમલ હાસન જેવા દમદાર કલાકારો અભિનીત, કલ્કિ 2898 AD દુષ્ટ શક્તિઓ સામે લડવા માટે પૃથ્વી પર ભગવાન વિષ્ણુના કલ્કી અવતારની આધુનિક વાર્તા રજૂ કરે છે. ફિલ્મને ચારે બાજુથી શાનદાર પ્રતિસાદ મળી રહ્યો છે. ફિલ્મ સમીક્ષકોથી લઈને દર્શકો સુધી, જેણે પણ આ ફિલ્મ જોઈ છે તેઓ તેના વખાણ કર્યા વગર રહી શક્યા નથી. હવે ફિલ્મ સ્ટાર્સ પણ કલ્કિ 2898 ADની પ્રશંસા કરી રહ્યા છે. સાઉથના સુપરસ્ટાર રજનીકાંતે પણ પ્રભાસની આ ફિલ્મનો રિવ્યુ આપ્યો છે. રજનીકાંતે કલ્કિ 2898 AD સંબંધિત એક પોસ્ટ શેર કરી છે, જુઓ થલાઈવાએ પ્રભાસની ફિલ્મ વિશે શું કહ્યું?

રજનીકાંતે કલ્કિ 2898 AD વિશે શું કહ્યું?

રજનીકાંતે પ્રભાસ-દીપિકા પાદુકોણ અને અમિતાભ બચ્ચનની ફિલ્મ પર પ્રતિક્રિયા આપી છે, જેમાં તેમણે લખ્યું છે કે કલ્કિ જોઈ, વાહ! શું અદ્ભુત ફિલ્મ છે. દિગ્દર્શક નાગ અશ્વિને ભારતીય સિનેમાને એક અલગ લેવલ પર પહોંચાડ્યું છે. આ ફિલ્મ માટે મારા નજીકના મિત્ર અશ્વિની દત્તને ખૂબ ખૂબ અભિનંદન. અમિતાભ બચ્ચન, પ્રભાસ, કમલ હાસન, દીપિકા પાદુકોણ અને કલ્કિ 2898 ADની સમગ્ર ટીમને ખૂબ ખૂબ અભિનંદન. બીજા ભાગની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છીએ. ભગવાનના આશીર્વાદ તમારા બધા પર વરસતા રહે.

નાગ અશ્વિને રજનીકાંતની પોસ્ટ પર વ્યક્ત કરી ખુશી

ફિલ્મના ડિરેક્ટર નાગ અશ્વિન થલાઈવા રજનીકાંતની આ પોસ્ટથી ફુલ્યા સમાતા નથી. તેમણે રજનીકાંતના ટ્વીટ પર પ્રતિક્રિયા આપી છે અને ખુશી વ્યક્ત કરી છે. રજનીકાંતની પોસ્ટ પર પ્રતિક્રિયા આપતા નાગ અશ્વિને લખ્યું ‘સર, હું સ્પીચલેસ છું. સમગ્ર ટીમ વતી તમારો ખૂબ ખૂબ આભાર. એટલું જ નહીં, પ્રભાસે પણ રજનીકાંતના ટ્વીટ પર પ્રતિક્રિયા પણ આપી છે. રજનીકાંતની આ પોસ્ટની સોશિયલ મીડિયા પર ચારેયબાજુ ચર્ચા થઈ રહી છે. ઘણા યુઝર્સે પણ આ અંગે પ્રતિક્રિયા આપી છે.

આ સ્ટાર્સ પણ કરી ચૂક્યા છે કલ્કિ 2898 ADના વખાણ

આ પહેલા પણ ઈન્ડસ્ટ્રીના અન્ય ઘણા દિગ્ગજોએ કલ્કિ 2898 ADની પ્રશંસા કરી છે. . RRR ડિરેક્ટર એસએસ રાજામૌલી, યશ, વિજય દેવેરાકોંડા, સંદીપ રેડ્ડી વાંગા, ઋષભ શેટ્ટી અને નાગાર્જુન જેવા સ્ટાર્સે ફિલ્મના વખાણ કરી ચૂક્યા છે. કલ્કિ 2898 ADમાં પ્રભાસની સાથે દીપિકા પાદુકોણ, અમિતાભ બચ્ચન, કમલ હાસન અને દિશા પટણી જેવા કલાકારો પણ છે. આ ફિલ્મ હિંદુ પૌરાણિક કથાઓ અને સાયન્સ-ફિક્શનનું અનોખું મિશ્રણ છે. કલ્કિ 2898 એડીની વાર્તા ભગવાન વિષ્ણુના આધુનિક અવતારની આસપાસ ફરે છે જે દુષ્ટ શક્તિઓથી વિશ્વને બચાવવા માટે પૃથ્વી પર અવતર્યા છે

આ પણ વાંચોઃ તુમ તો ઠહરે પરદેશી… અલ્તાફ રાજાએ 26 વર્ષ જુનું ગીત ગાયું, તો મહિલાએ કર્યો પૈસાનો વરસાદ

Back to top button