Rajinikanth Birthday: કરોડોમાં રજનીકાંતની નેટવર્થ, કિંમત સાંભળીને હોશ ઉડી જશે
મુંબઈ, 12 ડિસેમ્બર 2024 : ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં તેમને રજનીકાંત તરીકે ઓળખવામાં આવે છે પરંતુ તેમનું સાચું નામ શિવાજી રાવ ગાયકવાડ છે. સૌથી વધુ ફી લેનાર એક્ટર્સમાંથી એક રજનીકાંત 74 વર્ષે પણ એક્ટિવ છે. અભિનેતાની નેટવર્થ લગભગ 430 કરોડ રૂપિયા છે. રજનીકાંત એક ફિલ્મ માટે 50 કરોડ રૂપિયાની ફી ચાર્જ કરે છે. અમુક ફિલ્મો માટે તો તેમણે 100 કરોડથી વધુ ફી લીધી છે. ‘જેલર’ ફિલ્મ માટે 110 કરોડ રૂપિયાની ફી લીધી હતી. જો કે તેઓ બ્રાન્ડ એન્ડોર્સમેન્ટથી દૂર રહે છે.
સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીના સુપરસ્ટાર રજનીકાંત આજે પોતાનો 74મો જન્મદિવસ સેલિબ્રેટ કરી રહ્યાં છે. બસ કન્ડક્ટરથી બોલિવૂડ-સાઉથના સુપરસ્ટાર બનેલા રજનીકાંતે પોતાની એક્ટિંગથી કરોડો ચાહકોને દિવાના બનાવ્યા છે. તેમનો જન્મ 12 ડિસેમ્બર 1950એ એક મરાઠી પરિવારમાં થયો હતો.
પોતાની અલગ સ્ટાઈલથી ચાહકોને દિવાના બનાવનાર રજનીકાંતની લાઈફસ્ટાઈલ પ્રેરણાદાયી છે. અભિનેતાના ચેન્નઈના પોએસ ગાર્ડનનું ઘર લગભગ 35 કરોડ રૂપિયાનું છે. આ સિવાય તેમના મેરેજ હોલની કિંમત પણ લગભગ 20 કરોડ રૂપિયા છે.
અભિનેતાનું કાર કલેક્શન પણ શાનદાર છે. જેમાં રોલ્સ રોયસથી લઈને બીએમડબલ્યુ સુધીની મોંઘી કાર સામેલ છે. તેમની પાસે રોલ્સ રોયસ ઘોસ્ટ (6 કરોડ રૂપિયા), રોલ્સ રોયસ ફેન્ટમ પણ (16.5 કરોડ રૂપિયા) છે. આ સિવાય તેમની પાસે બીએમડબલ્યુ એક્સ5, મર્સિડીજ બેન્જ જી વેગન, Bentley Luminous અને લેમ્બૉર્ગિની ઉરુસ કાર પણ છે.
આ પણ વાંચો : દિલ્હી કરતા નોઈડા એરપોર્ટ ઉપર ફ્લાઈટનું ભાડું સસ્તું રહેવાની શક્યતા, આ છે કારણ
ઝડપથી સમાચાર મેળવવા માટે જોઈન કરો અમારા વોટ્સઅપ ગ્રુપમાં