ટ્રેન્ડિંગનેશનલવીડિયો સ્ટોરી

રજત દલાલે કારથી 140ની સ્પીડે બાઇક સવારને ઉડાડ્યો, કહ્યું: મારું રોજનું કામ; જૂઓ વાયરલ વીડિયો

  • વીડિયોમાં રજત દલાલ જે કાર ચલાવતો જોવા મળી રહ્યો છે તે એક શોરૂમની છે અને તે કારની ટેસ્ટ ડ્રાઈવ લઈ રહ્યો હતો

ફરીદાબાદ, 31 ઓગસ્ટ: સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર રજત દલાલનો એક વીડિયો શુક્રવારે સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. આ વીડિયોમાં તે દિલ્હી-આગ્રા નેશનલ હાઈવે પર 140 કિલોમીટર પ્રતિ કલાકની સ્પીડે કાર ચલાવતો જોવા મળે છે અને NHPC ઇન્ટરસેક્શન પાસે કાર એક બાઇકને અથડાઈ છે, પરંતુ રજત દલાલ આ ઘટનાને રોજીંદી દિનચર્યા હોવાનું કહીને આગળ વધી જાય છે. પોલીસે રજત દલાલ સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. પોલીસ સૂત્રો અનુસાર, વીડિયોમાં રજત દલાલ જે કાર ચલાવતો જોવા મળી રહ્યો છે તે એક શોરૂમની છે. રજત દલાલ તે કારની ટેસ્ટ ડ્રાઈવ લઈ રહ્યો હતો. તેની બાજુની સીટ પર એક છોકરી બેઠી છે. મળતી માહિતી મુજબ, તે એક શોરૂમ કર્મચારી છે.

જૂઓ આ ખતરનાક ડ્રાઈવિંગનો વીડિયો 

 

વાયરલ વીડિયો મુજબ, રજત દલાલ તેજ ગતિએ કાર ચલાવી રહ્યો હતો. યુવતી કારની સ્પીડ ઓછી કરવા કહે છે, પરંતુ રજત દલાલ કહે છે કે, “આ તેનું રોજનું કામ છે. તમે બેફિકર રહો.” બાઇક સાથે અથડાયા બાદ યુવતી ચિંતા વ્યક્ત કરે છે અને કહે છે કે, બાઇક ચાલક પડી ગયો છે, આવું ન કરો. તેના પર રજત કહે છે કે, તે પડી જાય તો વાંધો નથી, આ તો તેનું રોજિંદું કામ છે. બીજી તરફ સરાઈ પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ રાકેશ કુમારે જણાવ્યું કે, રજત દલાલ વિરુદ્ધ ખતરનાક ડ્રાઈવિંગનો કેસ નોંધવામાં આવ્યો છે.

ઇન્સ્ટાગ્રામ પર પાંચ લાખથી વધુ ફોલોઅર્સ

ફરીદાબાદના રજત દલાલ તેમના પરિવાર સાથે વલ્લભગઢમાં રહે છે. તે પાવરલિફ્ટર અને ફિટનેસ ઈન્ફ્લુએન્સર છે. તેમણે પોતાની કારકિર્દીની શરૂઆત પર્સનલ ટ્રેનર અને પાવરલિફ્ટર તરીકે કરી હતી. ઈન્સ્ટાગ્રામ પર તેમના પાંચ લાખથી વધુ ફોલોઅર્સ છે.

કાર્યવાહીની ઉઠી રહી છે માંગ

વીડિયો વાયરલ થયા બાદ લોકો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર રજત દલાલ વિરુદ્ધ કાર્યવાહીની માંગ કરી રહ્યા છે. લોકોએ ફરીદાબાદ પોલીસને ટેગ કરતી વખતે વિવિધ પ્રકારની કોમેન્ટ કરી હતી. તેમનું કહેવું છે કે, પોલીસે આવા લોકો સામે કડક કાર્યવાહી કરવી જોઈએ જેઓ માનવ જીવનની કિંમત નથી સમજતા.

આ પણ જૂઓ: માતા-પિતા જેવો જ પ્રેમ અને ચિંતા: દર અડધા કલાકે કૂતરો ચેક કરવા આવે છે કે બાળક સૂઈ રહ્યું છે કે નહીં, જુઓ આ વીડિયો

Back to top button