ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

ત્રણ પોલીસે સગીરા પર સામૂહિક બળાત્કાર કર્યો, SPએ કર્યા લાઇન હાજીર

  • રાજસ્થાનના અલવર જિલ્લામાં ત્રણ પોલીસકર્મીઓ પર લાગ્યો સામૂહિક બળાત્કારનો આરોપ
  • સગીરાના લગાવેલા આરોપ બાદ SPએ ત્રણેય પોલીસકર્મીઓને કર્યા લાઇન હાજીર

અલવર, 24 ડિસેમ્બર: રાજસ્થાનના અલવર જિલ્લાના રૈની પોલીસ સ્ટેશનમાં એક સગીર યુવતીએ ત્રણ પોલીસકર્મીઓ વિરુદ્ધ બળાત્કારનો કેસ નોંધાવ્યો છે. આરોપી પૈકી બે પોલીસ કર્મચારી એક જ પોલીસ સ્ટેશનમાં અને એક માલખેડા પોલીસ સ્ટેશનમાં પોસ્ટીંગ છે. પીડિતાએ પોલીસકર્મીઓ પર આરોપ લગાવ્યો છે કે છેલ્લા બે વર્ષમાં તેને અલગ-અલગ જગ્યાએ લઈ જઈને તેનું યૌન શોષણ કર્યું હતું. અલવરના પોલીસ અધિક્ષકે ત્રણેય આરોપી પોલીસકર્મીઓને લાઇન હાજીર કર્યા છે અને કેસની તપાસ રાજગઢના નાયબ પોલીસ અધિક્ષક ઉદય સિંહ મીણાને સોંપવામાં આવી છે.

એસ.પી.એ ત્રણેય કર્મચારીઓને કર્યા લાઇન હાજીર

આ કેસની જાણ SPને થતાં જ એએસપી હેડક્વાર્ટર ડૉ. તેજપાલ સિંહના જણાવ્યા અનુસાર, અલવર એસપીના આદેશ પર બળાત્કાર અને પોક્સો એક્ટની કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. આરોપીઓમાં કોન્સ્ટેબલ અવિનાશ મીના અને રાજુ રૈની પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવે છે. જ્યારે ત્રીજા આરોપી કોન્સ્ટેબલ માનસિંગ લગભગ એક વર્ષથી માલાખેડા પોલીસ સ્ટેશનમાં તૈનાત છે. એસપીએ ત્રણેય આરોપીઓને લાઇન હાજીર કર્યા છે.

બે વર્ષથી કરી રહ્યા હતા બળાત્કાર: પીડિતાની માતા

પીડિતાની માતાનો આરોપ છે કે ત્રણેય પોલીસકર્મીઓ છેલ્લા બે વર્ષથી તેની પુત્રી પર બળાત્કાર કરતા આવ્યા છે. આરોપી તેના ભાઈને આર્મ્સ એક્ટમાં ફસાવી દેવાની અને તેના પર બળાત્કાર કરવાની ધમકી આપતો હતો. ઘટના બાદ ત્રણેય પોલીસકર્મીઓને લાઇન હાજીર કરી દેવામાં આવ્યા છે. નોંધનીય છે કે પોલીસ સ્ટેશનમાં પીડિતાની વાત સાંભળવામાં ન આવતાં માતા તેની પુત્રી સાથે અલવર એસપી ઓફિસ પહોંચી હતી. આ પછી એસપીના આદેશ પર રૈની પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો છે.

લાઈન હાજીરનો અર્થ શું છે?

ઘણીવાર પોલીસકર્મીઓને સજા તરીકે લાઈન હાજીર કરવામાં આવે છે. તેનો અર્થ છે કે, પોલીસકર્મીઓ જ્યાં ડ્યૂટી કરતા હોય ત્યાંથી તેમને હટાવી દેવામાં આવે છે અને તેમને પોલીસ હેડક્વાર્ટર એટલે કે પોલીસ લાઇનમાં સોંપવામાં આવે છે. આ સમયગાળા દરમિયાન, ન તો પોલીસકર્મીને કોઈ મોટું કામ કરવા માટે કહેવામાં આવે છે, ન તો તેમને કોઈ કેસમાં સામેલ કરવામાં આવે છે. જ્યાં સુધી તેમના પર લાગેલા આરોપો હટાવવામાં ન આવે ત્યાં સુધી તેઓ કોઈ સત્તાવાર કામમાં સામેલ થઈ શકતા નથી.

આ પણ વાંચો: કુસ્તીસંઘ પર સરકારની ઍક્શનઃ કોણે શું પ્રત્યાઘાત આપ્યા?

Back to top button