રાજસ્થાન રોયલ્સે ટાઈટલ મેચમાં ગુજરાત ટાઈટન્સ સામે જીતવા માટે 131 રનનો ટાર્ગેટ આપ્યો હતો. નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાઈ રહેલી ફાઈનલ મેચમાં રાજસ્થાનની ટીમે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. પરંતુ તેનો નિર્ણય સાચો સાબિત થયો ન હતો અને સમગ્ર ટીમ 20 ઓવરમાં નવ વિકેટ ગુમાવીને માત્ર 130 રન જ બનાવી શકી હતી. રાજસ્થાન તરફથી જોસ બટલરે સૌથી વધુ 39 રન બનાવ્યા હતા. જ્યારે ગુજરાત માટે સૌથી વધારે વિકેટ હાર્દિક પંડ્યાએ લીધી છે. ગુજરાતના કેપ્ટને 4 ઓવરમાં 17 રન આપીને 3 વિકેટ લીધી હતા. જ્યારે સાઈ કિશોરે 2 વિકેટ ઝડપી છે.
હાર્દિકની શાનદાર બોલિંગ
ગુજરાત કેપ્ટન હાર્દિક પંડ્યાએ રાજસ્થાન સામે ફાઈનલ મેચમાં શાનદાર બોલિંગ કરીને 4 ઓવરમાં 17 રન આપીને 3 વિકેટ લઈ લીધી છે. તેણે સંજૂ સૈમસન, જોસ બટલર અને શિમરન હેટમાયરની વિકેટ લીધી છે. ત્રણ બેટસમેનમાંથી કોઈ એકપણ ખેલાડી જો સારુ રમી જાત તો ગુજરાતની મુશ્કેલી વધી શકતી હતી. પહેલી જ ઓવરમાં હાર્દિકે શાનદાર બોલિંગ કરી અને તેની બોલિંગમાં કોઈ પણ બેટસમેન મોટો શોટ ના મારી શક્યો.
બટલર સદી ના કરી શક્યો
આ સીઝનમાં અત્યાર સુધી શાનદાર રમત રમેલા જોસ બટલર ફાઈનલમાં બહુ સારુ ના રમી શક્યા. તેમણે 35 બોલમાં 39 રન કરી શક્યા. તેમણે 5 ચોક્કા, હાર્દિકે પણ મેચમાં ખૂબ શાનદાર બોલિંગ કરી હતી. પહેલાં તેમણે સંજૂ સૈમસનને આઉટ કર્યા પછી બટલરની પણ વિકેટ લીધી.