સ્પોર્ટસ

રાજસ્થાન રોયલ્સને મેચ હાર્યા પછી પણ કરોડો રૂપિયા મળ્યાં, ગુજરાત ટાઈટન્સ પર પૈસાનો વરસાદ થયો

Text To Speech

સ્પોર્ટ્સ ડેસ્કઃ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં IPL 2022ની ફાઇનલમાં રાજસ્થાન રોયલ્સના કેપ્ટન સંજુ સેમસને ટોસ જીત્યો ત્યારે બધાને લાગ્યું કે સેમસનનું નસીબ બદલાવવાનું છે. કારણ કે આ સિઝનની 16માંથી 13 મેચ તે ટૉસ હારી ગયો હતો. એવામાં ફાઇનલમાં ટોસ જીતવું નસીબની વાત હતી. પરંતુ પછીના કેટલાક કલાકોમાં ટીમનું નસીબ ફરી વળ્યું અને ટીમ મેચ હારી ગઈ. જો કે, તેમ છતાં રાજસ્થાન રોયલ્સને IPLના આયોજકો પાસેથી મોટી રકમ મળી છે.

રાજસ્થાનની ટીમ IPLની પ્રથમ સિઝનની વિજેતા હતી, પરંતુ હવે 14 વર્ષ પછી પણ તે IPL ટ્રોફી નથી જીતી શકી. ગુજરાત ટાઇટન્સે રાજસ્થાનની ટીમને 7 વિકેટે હરાવીને તેની IPL ટ્રોફીની ડેબ્યૂ સિઝન જીતી લીધી છે. હાર્દિક પંડ્યાની આગેવાની હેઠળની ટીમ ધીરજ સાથે રમી અને મેચ જીતવામાં સફળ રહી. કેપ્ટન હાર્દિકે પોતે ટીમનું નેતૃત્વ કર્યું હતું. તેણે બોલિંગ દરમિયાન 3 વિકેટ લીધી અને બેટિંગ દરમિયાન લો સ્કોરિંગ મેચમાં 34 રન બનાવ્યા અને પ્લેયર ઓફ ધ મેચ બન્યો.

તે જ સમયે, જો આપણે IPL 2022ની ઇનામની રકમ વિશે વાત કરીએ તો વિજેતા ટીમ ગુજરાત ટાઇટન્સને IPLના આયોજકો તરફથી 20 કરોડ રૂપિયાનો ચેક મળ્યો હતો. આ ઉપરાંત ટીમને ટ્રોફી પણ અર્પણ કરવામાં આવી હતી. તે જ સમયે, ટાઇટલ મેચ હારી ગયેલી ટીમ રાજસ્થાન રોયલ્સ પર પૈસાનો વરસાદ થયો. સંજુ સેમસનની આગેવાની હેઠળની ટીમને રનર અપ તરીકે 12.50 કરોડ રૂપિયાનો ચેક આપવામાં આવ્યો હતો. ત્રીજા નંબરે RCBને 7 કરોડ રૂપિયા મળ્યા જ્યારે લખનૌ સુપર જાયન્ટ્સને નંબર ચાર માટે 6.50 કરોડ રૂપિયા મળ્યા.

IPL 2022 પ્રાઈઝ મની
વિજેતા – ગુજરાત ટાઇટન્સને રૂ. 20 કરોડ મળ્યાં
ઉપવિજેતા – રાજસ્થાન રોયલ્સને રૂ. 12.5 કરોડ મળ્યાં
નંબર 3 – રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને રૂ. 7 કરોડ મળ્યાં
નંબર 4 – લખનૌ સુપર જાયન્ટ્સને રૂ. 6.5 કરોડ મળ્યાં

Back to top button