CSKને હરાવીને પોઈન્ટ ટેબલમાં ટોચ પર પહોંચી RR , મેચ સરળતાથી જીતી લીધી
IPLની 37મી મેચમાં રાજસ્થાન રોયલ્સના નામે રહી છે. ચેન્નાઈ સુપર કિંગ્સને હરાવી રાજસ્થાન રોયલ્સની ટીમે જીત મેળવી છે. રાજસ્થાન રોયલ્સે પ્રથમ મેચમાં ચેન્નાઈ સુપર કિંગ્સને 203 રનનો ટાર્ગેટ આપ્યો હતો. આ ટાર્ગેટને ચેઝ કરતા એમએસ ધોનીની ટીમ 170 રન જ બનાવી શકી હતી.
પોઈન્ટ ટેબલમાં નંબર 1 પર રાજસ્થાન રોયલ્સ
જયપુરના સવાઈ માનસિંહ સ્ટેડિયમમાં રમાયેલી IPL 2023ની 37મી મેચમાં રાજસ્થાન રોયલ્સે ચેન્નાઈ સુપર કિંગ્સને 32 રનથી હરાવ્યું હતું. આ જીત સાથે રાજસ્થાનની ટીમ પોઈન્ટ ટેબલમાં નંબર વન પર પહોંચી ગઈ છે.
આ પણ વાંચોઃ IPLમાં ધોનીના નામે વધુ એક રેકોર્ડ, CSKમાં કેપ્ટન તરીકે 200મી મેચ માટે સન્માનિત
રાજસ્થાને આ મેચમાં CSKને પહાડ જેવો ટાર્ગેટ આપ્યો હતો. પ્રથમ બેટિંગ કરતા રાજસ્થાને 5 વિકેટ ગુમાવીને 202 રન બનાવ્યા હતા. CSK સામે રાજસ્થાનના યુવા ઓપનર યશસ્વી જયસ્વાલે 77 રનની શાનદાર ઇનિંગ રમી હતી. તો, જોસ બટલરે 27 અને કેપ્ટન સંજુ સેમસને 17 રનનું યોગદાન આપ્યું હતું. અંતમાં ધ્રુવ જુરેલે 15 બોલમાં 35 અને દેવદત્ત પદ્દીકલે 27 રન બનાવ્યા હતા.
બન્ને ટીમના પ્લેઈંગ ઈલેવન
રાજસ્થાન રોયલ્સ: યશસ્વી જયસ્વાલ, જોસ બટલર, દેવદત્ત પડિકલ, સંજુ સેમસન , શિમરોન હેટમાયર, ધ્રુવ જુરેલ, રવિચંદ્રન અશ્વિન, જેસન હોલ્ડર, એડમ ઝમ્પા, સંદીપ શર્મા, યુઝવેન્દ્ર ચહલ.
ચેન્નાઈ સુપર કિંગ્સ: ઋતુરાજ ગાયકવાડ, ડેવોન કોનવે, અજિંક્ય રહાણે, મોઈન અલી, શિવમ દુબે, રવિન્દ્ર જાડેજા, એમએસ ધોની , મતિષા પથિરાના, તુષાર દેશપાંડે, મહેશ તિક્ષાના, આકાશ સિંહ.