રાજસ્થાન: રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના પ્રમુખ સુખદેવ સિંહની હત્યા, જૂઓ CCTV
- રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના પ્રદેશ પ્રમુખના ઘરમાં ઘૂસીને ગોળીબાર કરવામાં આવ્યો, ગોળીબારમાં સુખદેવ સિંહ ગોગામેડી મૃત્યુ પામ્યા.
- હત્યાની ઘટના બાદ જયપુરમાં પોલીસ પ્રશાસન હાઈ એલર્ટ પર આવ્યું.
જયપુર, 05 ડિસેમ્બર: રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના પ્રદેશ પ્રમુખ સુખદેવ સિંહ ગોગામેડીની જયપુરમાં આજે ગોળી મારીને હત્યા કરવામાં આવી છે. સુખદેવસિંહ ગોગામેડી શ્યામનગર વિસ્તારમાં તેમના ઘરે હતા, ત્યારે તેમના ઘરમાં બદમાસો ઘૂસી આવ્યા અને ગોળીબાર કર્યો હતો. ગોળી બારમાં સુખદેવ સિંહ મૃત્યુ પામ્યા છે.
સુખદેવ સિંહની હત્યાના CCTV સામે આવ્યા છે, જૂઓ અહીં
ગોળી વાગતાંની સાથે જ તેમને મેટ્રો માસ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, પરંતુ ત્યાં હોસ્પિટલે તેમને મૃતક જાહેર કર્યા છે. સુખદેવ સિંહ પર ફાયરિંગની માહિતી મળતા જ સમગ્ર પોલીસ પ્રશાસનમાં ખળભળાટ મચી ગયો હતો. સ્થાનિક પોલીસ ઉપરાંત વરિષ્ઠ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને વિસ્તારમાં ભારે પોલીસ દળ તૈનાત કરવામાં આવ્યું હતું.
સુખદેવ સિંહને ચાર ગોળીઓ વાગી
સુખદેવ સિંહ ગોગામેડીને ચાર ગોળી વાગી હતી. ગોળી ક્યાંથી વાગી તે હજુ બહાર આવ્યું નથી. શ્યામ નગર સ્થિત તેમના નિવાસસ્થાને સુખદેવ સિંહ હાજર હતા. ત્યારે તેમના પર ગોળીઓ ચલાવવામાં આવી હતી.
#WATCH राजस्थान: राष्ट्रीय राजपूत करणी सेना के राष्ट्रीय अध्यक्ष सुखदेव सिंह गोगामेड़ी की जयपुर में अज्ञात बाइक सवार अपराधियों ने गोली मारकर हत्या कर दी। अस्पताल में उन्हें डॉक्टरों ने मृत घोषित कर दिया। अधिक जानकारी की प्रतीक्षा है। pic.twitter.com/uu8g0bg2vf
— ANI_HindiNews (@AHindinews) December 5, 2023
સુખદેવ સિંહને ગોળી માર્યા બાદ જયપુરમાં પોલીસ પ્રશાસન હાઈ એલર્ટ પર આવી ગયું
આ સમાચાર સમગ્ર રાજ્યમાં દાવાનળની જેમ ફેલાઈ ગયા છે. સ્થિતિ જોઈને પોલીસ સમગ્ર જયપુર શહેરમાં હાઈ એલર્ટ મોડ પર આવી ગઈ છે. સાથે જ રાજ્યના અન્ય વિસ્તારોમાં પણ એલર્ટ આપવામાં આવ્યું છે. હુમલાખોરો કોણ હતા અને ક્યાંથી આવ્યા હતા તે અંગે હજુ સુધી કંઈ જાણવા મળ્યું નથી. પોલીસે આરોપીની શોધ-ખોળ ચાલુ કરી દિધી છે. વહીવટીતંત્ર સ્થિતિ પર ચાંપતી નજર રાખી રહ્યું છે. કહેવામાં આવી રહ્યું છે કે ગોગામેડી ઘણા સમયથી સુરક્ષાની માંગ કરી રહ્યા હતા.
ગોગામેડીએ અલગ સંગઠન બનાવ્યું હતું
સુખદેવ સિંહ ગોગામેડી લાંબા સમયથી રાષ્ટ્રીય કરણી સેના સાથે જોડાયેલા હતા. ઘણા સમય પહેલા કરણી સેના સંગઠનમાં વિવાદ બાદ તેમણે રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના નામથી અલગ સંગઠન બનાવ્યું હતું. ગોગામેડી તેના પ્રમુખ હતા. તે ફિલ્મ પદ્માવત અને ગેંગસ્ટર આનંદપાલ એન્કાઉન્ટર કેસ બાદ રાજસ્થાનમાં વિરોધ પ્રદર્શનને કારણે ચર્ચામાં આવ્યા હતા. આ મુદ્દાઓને લઈને તેના ઘણા વીડિયો પણ વાયરલ થયા હતા.
આ પણ વાંચો: સુખદેવ સિંહની હત્યા કેસમાં પણ લોરેન્સ ગેંગનું કનેક્શન, જાણો કોણે લીધી જવાબદારી