ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

ગુજરાતીઓની પહેલી પસંદ માઉન્ટ આબુનું નામ બદલવા કોણે કરી માંગ?

Text To Speech

જયપુર, તા. 13 માર્ય, 2025ઃ ગુજરાતીઓના પ્રિય સ્થળમાં આબુનું નામ મોખરે આવે છે. તે માત્ર ગુજરાતનું જ નહીં પણ ભારતના લોકપ્રિય પ્રવાસન સ્થળ પૈકીનું એક છે. રાજસ્થાન વિધાનસભામાં માઉન્ટ આબુનું નામ બદલવાનો મુદ્દો ઉઠાવવામાં આવ્યો હતો. રાજ્ય સરકારના પ્રધાન ઓટારામ દેવાસીએ ગૃહમાં માઉન્ટ આબુનું નામ બદલીને ‘આબુ રાજ તીર્થ’ કરવાની માંગ કરી હતી. ઉપરાંત માંસ અને દારૂના વેચાણ પર પ્રતિબંધ મૂકવાની અપીલ પણ કરી હતી અને તેને પવિત્ર તીર્થસ્થાન ગણાવ્યું હતું. આ માગણીના કારણે ખળભળાટ મચી ગયો હતો.

માઉન્ટ આબુનું ઐતિહાસિક અને ધાર્મિક મહત્ત્વ

માઉન્ટ આબુને રાજસ્થાનના કાશ્મીર તરીકે પણ ઓળખવામાં આવે છે. હિલ સ્ટેશન હોવાના કારણે પ્રવાસીઓ માટે મુખ્ય આકર્ષણ છે. દર વર્ષે મોટી સંખ્યામાં પ્રવાસીઓ આ સ્થળની મુલાકાત લે છે. દરમિયાન પ્રધાન ઓટારામ દેવાસીએ વિધાનસભામાં નામ બદલવાનો મુદ્દો ઉઠાવ્યો અને કહ્યું કે સિરોહી જિલ્લાનો આ પર્વત પ્રાચીન સમયથી સનાતન ધર્મની આસ્થાનું કેન્દ્ર રહ્યો છે. તેમણે કહ્યું કે પહેલા આ સ્થળ ‘આબુ રાજ તીર્થ’ તરીકે જાણીતું હતું, પરંતુ પછીથી તેનું નામ બદલીને માઉન્ટ આબુ કરી દેવામાં આવ્યું હતું.

માઉન્ટ આબુમાં દારૂ અને માંસના વેચાણ પર પ્રતિબંધ મૂકવાની માંગ

ગૃહમાં પ્રધાન ઓટારામ દેવાસીએ માઉન્ટ આબુનું નામ બદલવાની તેમજ ત્યાં માંસ અને દારૂના વેચાણ પર પ્રતિબંધ મૂકવાની પણ અપીલ કરી હતી. તેમણે કહ્યું કે ગુરુ શિખર, દેલવાડા જૈન મંદિર, અર્બુદા માતા મંદિર, ભગવાન દત્તાત્રેય મંદિર સહિત ઘણા ધાર્મિક સ્થળો અહીં સ્થિત છે. આવી સ્થિતિમાં આ સ્થળને પવિત્ર સ્થળ જાહેર કરવું જોઈએ.

પ્રધાને કહ્યું કે માઉન્ટ આબુમાં ખુલ્લેઆમ દારૂ અને માંસ વેચવામાં આવે છે, જેનાથી ભક્તોની ભાવનાઓને ઠેસ પહોંચે છે. તેથી આવી પ્રથાઓ પર સખત પ્રતિબંધ મૂકવો જોઈએ તેમ પણ કહ્યું હતું.

આ પણ વાંચોઃ ભ્રષ્ટાચારની તો હદ થઈ, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો ક્લાર્ક 5000ની લાંચ લેતા ACBનાં છટકામાં સપડાયો

Back to top button