રાજસ્થાનના ધારાસભ્ય રવિન્દ્ર ભાટીનો બનાસકાંઠા જિલ્લામાં ઝંઝાવાતી પ્રવાસ
- યુવાનોમાં લોકપ્રિય બનેલા યુવાનેતાનું ઠેર ઠેર કરાયું સ્વાગત
પાલનપુર, 19 ઓગસ્ટ: બનાસકાંઠા જિલ્લાને અડીને આવેલ રાજસ્થાન રાજ્યના શિવ વિધાનસભાના બેઠકના અપક્ષ ધારાસભ્ય અને યુવાનોના લોકપ્રિય નેતા રવિન્દ્રસિંહ ભાટી બનાસકાંઠા જિલ્લાના ઝંઝાવાતી પ્રવાસે આવ્યા હતા. ત્યારે પ્રવાસ દરમિયાન પાલનપુર, ડીસા, લાખણી, વાવ અને દિયોદર વિધાનસભા બેઠક ઉપર તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. રવિન્દ્રસિંહ યુવા નેતા તરીકે ઉભરી આવ્યા છે, ત્યારે જિલ્લાની મુલાકાત સમયે જ્યાં જ્યાં ગયા ત્યાં યુવાનોએ તેમને ઊંચકી લીધા હતા.
રવિન્દ્રસિંહ ભાટીનું પાલનપુર ખાતે પણ જોરદાર સ્વાગત કરવામાં આવ્યું હતું. જ્યારે ડીસા ખાતે એક ખાનગી કોલ્ડ સ્ટોરેજ ખાતે યુવાનોને મળી સંબોધન કર્યું હતું. એ જ રીતે લાખણીમાં પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત લોકોને સંબોધન કરતા તેમણે રાજકીય સફર દરમિયાન કરેલા સંઘર્ષનું વર્ણન કર્યું હતું.
વાવ ખાતે કોંગ્રેસના અગ્રણી નેતાઓ અને બનાસકાંઠા જિલ્લાના કોંગ્રેસના સાંસદ ગેનીબેન ઠાકોરની ઉપસ્થિતિમાં રવિન્દ્રસિંહે સામે મળશે લડીને ગેનીબેનને સંસદમાં પહોંચવા બદલ અભિનંદન પાઠવ્યા હતા. ત્યાર બાદ લોકોને સંબોધન કરતા ભાટીએ જણાવ્યું હતું કે, ‘નેતાઓ તો આવશે ને જશે, પણ જનતા જનાર્દનથી મોટું કોઈ નથી. જનતાના આશીર્વાદ મળ્યા છે જેના થકી પ્રદેશની સેવા માટે હું તત્પર રહું છું.’
આ પણ વાંચો: વિદ્યાર્થિનીઓએ નરેન્દ્ર મોદીને બાંધેલી રાખડીમાં માતા સાથે સ્પેશિયલ ફોટો અને મેસેજ, જૂઓ વીડિયો