ટોપ ન્યૂઝનેશનલ

બદલાઈ રહી છે ચોમાસાની પેટર્ન? રાજસ્થાનના રણમાં પૂર, MP બેહાલ, UP-બિહાર પાણી માટે તરસે..

Text To Speech

મધ્યપ્રદેશમાં વરસાદે કહેર મચાવ્યો છે.ત્રણ દિવસથી મોટાભાગના જિલ્લાઓમાં વરસાદ પડી રહ્યો છે. રાજધાની ભોપાલમાં સ્થિતિ એટલી બેકાબૂ બની ગઈ છે કે મોટું તળાવ સંપૂર્ણ રીતે ભરાઈ ગયું છે. રાજસ્થાનમાં પણ કંઈક આવું જ છે. મોટાભાગના ડેમ અને નદીઓ અને તળાવો ભરાઈ ગયા છે. એટલો વરસાદ થયો છે કે આવતા વર્ષે વરસાદ ન પડે તો પણ દુષ્કાળ નહીં પડે.

gujrat rain

બદલાઈ રહી છે ચોમાસાની પેટર્ન?

જો કે ઉત્તર પ્રદેશ, બિહાર, ઝારખંડ સહિત ઘણા રાજ્યો એવા છે જે પાણી માટે તરસી રહ્યા છે. અહીંના ખેડૂતો તેમના પાકના નુકસાનથી ચિંતિત છે. ઉત્તર પ્રદેશમાં 75માંથી 64 એટલે કે 85% જિલ્લા એવા છે, જ્યાં સામાન્ય કરતાં ઓછો વરસાદ પડ્યો છે. ચોમાસું કેવી રીતે તેની પેટર્ન બદલી રહ્યું છે, તેને એવી રીતે સમજો કે એક તરફ મધ્યપ્રદેશ પાણી પાણી થઈ રહ્યું છે, પરંતુ બાજુમાં આવેલ ઉત્તર પ્રદેશ પાણી માટે તરસી રહ્યું છે. તમિલનાડુમાં સામાન્ય કરતાં વધુ વરસાદ થયો છે. પરંતુ કેરળને અડીને આવેલા રાજ્યમાં હજુ જોઈએ તેટલો વરસાદ નથી પડ્યો.

ઘણા રાજ્યોમાં મેઘતાંડવ

ભારતમાં જૂન, જુલાઈ, ઓગસ્ટ અને સપ્ટેમ્બર એ ચોમાસાની ઋતુ છે. તેને દક્ષિણ પશ્ચિમ ચોમાસું કહેવામાં આવે છે. ભારતની વાર્ષિક વરસાદની લગભગ 75% જરૂરિયાત દક્ષિણ પશ્ચિમ ચોમાસા દ્વારા પૂરી થાય છે. તેથી આ ચાર મહિના વરસાદની દૃષ્ટિએ ખૂબ જ મહત્વપૂર્ણ છે. પરંતુ આ ચાર મહિનામાં કેટલાક રાજ્યો એવા છે જ્યાં ખુબ જ વરસાદ પડે છે. જેના લીધે પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. હિમાચલ પ્રદેશમાં ભૂતકાળમાં એટલો વરસાદ પડ્યો હતો કે પૂર અને ભૂસ્ખલનને કારણે 32 લોકોના મોત થયા હતા. જો કે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર હિમાચલમાં અત્યાર સુધી સામાન્ય વરસાદ થયો છે. પરંતુ ઓછા સમયમાં વધુ વરસાદને કારણે કુદરતી ઘટનાઓમાં વધારો થયો છે.

મધ્યપ્રદેશના મોટાભાગના જિલ્લાઓમાં પણ ત્રણ દિવસથી સતત વરસાદ વરસી રહ્યો છે. રાજધાની ભોપાલમાં બે દિવસ માટે શાળાઓ બંધ રાખવામાં આવી રહી છે. ડેમ ભરાઈ ગયા છે અને નદીઓ અને તળાવો ઉભરાઈ રહ્યા છે. ભારે વરસાદને કારણે ન તો ફોન નેટવર્ક કામ કરી રહ્યું છે અને ના તો વીજળી છે. રાહત બચાવ માટે એરફોર્સના બે હેલિકોપ્ટર પણ તૈનાત કરવામાં આવ્યા છે. રાજસ્થાનમાં પણ ભારે વરસાદ પડી રહ્યો છે. કોટા, ઝાલાવાડ, બુંદી અને બારાનના કેટલાક વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ પ્રવર્તી રહી છે. શહેરથી લઈને ગામડાઓ પાણીમાં ગરકાવ થઈ ગયા છે. એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમો લોકોને સલામત સ્થળે લઈ જઈ રહી છે. અત્યાર સુધીમાં બે લોકોના મોત થયા છે.

અધિકારીઓએ જણાવ્યું કે 20 ઓગસ્ટ સુધી રાજસ્થાનના 716 ડેમ તેમની ક્ષમતાના 76% પાણીથી ભરાઈ ગયા છે. ગત વર્ષે આ તારીખ સુધીમાં માત્ર 57% પાણી ભરાઈ શક્યું હતું. અધિકારીઓનું કહેવું છે કે આ વર્ષે એટલો વરસાદ થયો છે કે આવતા વર્ષે પાણીની અછત નહીં રહે. આ વર્ષે 23 ઓગસ્ટ સુધી રાજસ્થાનમાં સામાન્ય કરતા 51% વધુ વરસાદ નોંધાયો છે. અહીંનો એક પણ જિલ્લો સૂકો નથી. ઓડિશામાં થોડા દિવસો પહેલા આવેલા પૂરમાંથી કોઈ રાહત મળી નથી. નદીઓનું સ્તર ઘટી રહ્યું છે, પરંતુ હજુ પણ 902 ગામોના સાડા છ લોકો પ્રભાવિત છે. અધિકારીઓનું કહેવું છે કે રાજ્યની લગભગ તમામ નદીઓ ખતરાના નિશાનથી નીચે વહી રહી છે.

ક્યાંક લોકો પાણી માટે વલખા મારી રહ્યા છે

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર 23 ઓગસ્ટ સુધી રાજધાની દિલ્હી સહિત ઘણા રાજ્યો હજુ પણ એવા છે કે અત્યાર સુધી એટલો વરસાદ થયો નથી જેટલો થવો જોઈએ. દિલ્હી ઉપરાંત ઉત્તર પ્રદેશ, બિહાર, ઝારખંડ, પશ્ચિમ બંગાળ, ત્રિપુરા, મણિપુર અને નાગાલેન્ડ છે. આ એવા રાજ્યો છે જ્યાં સામાન્ય કરતાં 60% જેટલો વરસાદ થયો છે. રાજધાની દિલ્હીમાં અત્યાર સુધી સામાન્ય કરતા 26% ઓછો વરસાદ પડ્યો છે. તે જ સમયે ઉત્તર પ્રદેશના 75માંથી 64 જિલ્લામાં સામાન્ય કરતાં ઓછો વરસાદ થયો છે. માત્ર 11 રાજ્યો એવા છે જ્યાં સામાન્ય વરસાદ થયો છે. અધિકારીઓને આશા છે કે આગામી થોડા દિવસોમાં વરસાદ તેની ઘટ પુરી કરી દેશે.

ક્યાંક ભીનું તો ક્યાંક સૂકું… આવી સ્થિતિ કેમ સર્જાઈ રહી છે?

આવું એટલા માટે થઈ રહ્યું છે કારણ કે ભારતમાં ચોમાસાની પેટર્ન ઝડપથી બદલાઈ રહી છે. માત્ર ભારતમાં જ નહીં, પરંતુ ક્લાઈમેટ ચેન્જને કારણે આખી દુનિયામાં આવું થઈ રહ્યું છે. વર્ષો પહેલા ચાર મહિના સુધી વરસાદ પડતો હતો, પરંતુ હવે થોડો સમય ભારે વરસાદ પડે છે અને પછી તે બંધ થઈ જાય છે. ટૂંકા ગાળામાં વધુ પડતા વરસાદને કારણે પૂર જેવી સ્થિતિ સર્જાય છે. હવામાન વિભાગે 1989થી 2018 સુધીના દક્ષિણ પશ્ચિમ ચોમાસાના ડેટાનું વિશ્લેષણ કરીને માર્ચ 2020માં પોતાનો રિપોર્ટ સુપરત કર્યો હતો.

આ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે દેશના ઘણા રાજ્યોમાં ચોમાસાની પેટર્ન બદલાઈ રહી છે. આ 30 વર્ષોમાં (1989 થી 2018) ઉત્તર પ્રદેશ, બિહાર, પશ્ચિમ બંગાળ, મેઘાલય અને નાગાલેન્ડમાં દક્ષિણ પશ્ચિમ ચોમાસામાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે.

Back to top button