નેશનલ

રાજસ્થાન : અજમેરમાં મ્યુનિ. કમિશનરની કાર હડફેટે દિવ્યાંગ સગીરનું મૃત્યુ

Text To Speech

અજમેર, 15 ફેબ્રુઆરી : અજમેરમાં એક મોટી દુર્ઘટના સામે આવી છે. શહેરના મદાર ગેટ પર અજમેર મ્યુનિસિપલ કોર્પોરેશન કમિશનરની કાર હડફેટે એક છોકરાનું મોત થયું હતું. માહિતી મળ્યા બાદ પોલીસ જવાહરલાલ નેહરુ હોસ્પિટલ પહોંચી અને મૃતદેહને મોર્ચરીમાં રાખ્યો હતો. મૃતક બાળકનું નામ અજમલ (ઉ.વ.13) લખનઉના રહેવાસી શમસુદ્દીનનો પુત્ર છે. પોલીસ આ કેસની તપાસ કરી રહી છે.

એસપી કારે પણ અકસ્માત સર્જયો હતો

મહત્વનું છે કે, તાજેતરમાં જ રાજસ્થાનના નવા બનેલા જિલ્લા બલોત્રામાં એસપીની કારને થયેલા અકસ્માતની સમગ્ર દેશમાં ચર્ચા થઈ હતી. આ અકસ્માત બાદ એસપી હરિશંકરને ઘણી ટીકાઓનો સામનો કરવો પડ્યો હતો. હજુ આ મામલો થાળે પડ્યો ન હતો કે અજમેરથી વધુ એક દુઃખદ સમાચાર સામે આવ્યા હતા.

શું હતી આખી ઘટના ?

ઉલ્લેખનીય છે કે ગુરુવારે મહાનગરપાલિકાની સામાન્ય સભામાં લંચ બાદ લગભગ 3 વાગે મ્યુનિસિપલ કોર્પોરેશન કમિશનર દેશલ દાન કારમાં પરત ફરી રહ્યા હતા. ડ્રાઈવરે કારને ગાંધી ભવનની બહાર મૂકી દીધી હતી અને બાદમાં ડ્રાઈવરે કારને મદાર ગેટની આસપાસ લઈ જઈને પાછી લઈ આવી હતી. આ દરમિયાન માસૂમ બાળકને કારે ટક્કર મારી હતી. ઘટનાના પ્રત્યક્ષદર્શી કાલીએ જણાવ્યું કે કાર ચાલક વિકલાંગ બાળકને ટક્કર માર્યા બાદ પણ કાર લઈને ભાગી ગયો હતો. કાર પર રાજસ્થાન સરકાર લખેલું હતું.

કાર ચાલક સામે નોંધાયો ગુનો

ઇજાગ્રસ્ત બાળકને ટેમ્પોમાં હોસ્પિટલ લઇ જવામાં આવ્યો હતો. જ્યાં હોસ્પિટલ પહોંચ્યા બાદ ડોક્ટરોએ બાળકને મૃત જાહેર કર્યો હતો. માહિતી મળ્યા બાદ પોલીસ પહોંચી અને મામલાની તપાસ હાથ ધરી છે. કોતવાલી પોલીસ સ્ટેશનના પ્રભારી વીરેન્દ્ર સિંહ શેખાવતે જણાવ્યું કે પોસ્ટમોર્ટમ બાદ મૃતદેહ માતાને સોંપવામાં આવ્યો છે. માતાના રિપોર્ટના આધારે પોલીસે મ્યુનિસિપલ કોર્પોરેશન કમિશનરના કાર ચાલક વિરુદ્ધ કેસ નોંધીને તપાસ શરૂ કરી છે.

Back to top button