નેશનલ

રાજસ્થાનને મળી પ્રથમ વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન, પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી

  • રાજસ્થાનની મળી પહેલી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન
  • PM Modi મોદીએ વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનને લીલી ઝંડી બતાવી
  • 13મી એપ્રિલથી શરુ થશે નિયમિત સેવા

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે રાજસ્થાનને પહેલી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનની ભેટ આપી છે. PM મોદીએ આજે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા વંદે ભારત ટ્રેનને લીલી ઝંડી બતાવી હતી. હવે દિલ્હી કેન્ટ અજમેર વંદે ભારત એક્સપ્રેસ દ્વારા જયપુરથી દિલ્હીની મુસાફરી સરળ બનશે. રાજસ્થાનના પર્યટનમાં પણ તે ખૂબ મદદરૂપ થશે.

રાજસ્થાનને મળી  પહેલી વંદે ભારત એક્સપ્રેસ

એમ મોદીએ વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા વંદે ભારત ટ્રેનને લીલી ઝંડી બતાવી હતી.અને આ પ્રસંગેપીએમ મોદીએ કહ્યું કે વંદે ભારત પહેલી સેમી હાઇ સ્પીડ ટ્રેન છે જે ભારતમાં બનાવવામાં આવી છે. વંદે ભારત આવી પ્રથમ ટ્રેન છે જે આટલી કોમ્પેક્ટ અને કાર્યક્ષમ છે. મારી સરકાર રેલ યાત્રાને સુરક્ષિત બનાવવા માટે સતત પ્રયાસો કરી રહી છે.વંદે ભારત એક્સપ્રેસથી રાજસ્થાનના પ્રવાસન ઉદ્યોગને ઘણો ફાયદો થશે. છેલ્લા બે મહિનામાં આ છઠ્ઠું વંદે ભારત છે, જેને લીલી ઝંડી આપવાનો મને લહાવો મળ્યો છે.

રાજસ્થાન વંદે ભારત -humdekhengenews

13મી એપ્રિલથી ટ્રેનની નિયમિત સેવા શરુ થશે

આ ટ્રેનની નિયમિત સેવા 13મી એપ્રિલ, 2023થી શરૂ થશે અને તે અજમેર અને દિલ્હી કેન્ટ વચ્ચે દોડશે. આ ટ્રેન જયપુર, અલવર અને ગુડગાંવમાં પણ રોકાશે. આ ટ્રેન દ્વારા દિલ્હીથી જયપુર અને અજમેર સુધીની મુસાફરી ઓછા સમયમાં કવર કરી શકાશે.

અજમેરથી દિલ્હી કેન્ટનું અંતર 5 કલાક 15 મિનિટમાં કપાશે

વંદે ભારત એક્સપ્રેસ અજમેરથી દિલ્હી કેન્ટનું અંતર 5 કલાક 15 મિનિટમાં કાપશે. હાલમાં આ રૂટ પર સૌથી ઝડપી ટ્રેન શતાબ્દી એક્સપ્રેસ છે. જે દિલ્હી કેન્ટથી અજમેર વચ્ચે 6 કલાક 15 મિનિટમાં મુસાફરી કરે છે. આમ વંદે ભારત એક્સપ્રેસ તે રૂટ પર દોડતી વર્તમાન સૌથી ઝડપી ટ્રેન કરતાં 60 મિનિટ ઝડપી હશે. આ ટ્રેન પુષ્કર અને અજમેર શરીફ દરગાહ અને અન્ય સ્થળો સહિત રાજસ્થાનના મુખ્ય પ્રવાસન સ્થળોની કનેક્ટિવિટી સુધારશે. દર વર્ષે મોટી સંખ્યામાં પ્રવાસીઓ આ સ્થળોની મુલાકાત લે છે. મહત્વનું છે કે આ એક્સપ્રેસ હાઈ-રાઈઝ ઓવરહેડ ઇલેક્ટ્રિક લાઈનો પર દોડનારી વિશ્વની પ્રથમ સેમી-હાઈ-સ્પીડ પેસેન્જર ટ્રેન હશે. રેલવેના જણાવ્યા અનુસાર, આ રાજસ્થાનની પ્રથમ વંદે ભારત એક્સપ્રેસ છે અને દિલ્હીથી દોડનારી ચોથી છે.

રાજસ્થાન વંદે ભારત -humdekhengenews

 

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આપ્યું આ નિવેદન

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ વધુમાં કહ્યું હતું કે દેશની કમનસીબી છે કે રેલવે જેવી મહત્ત્વની વ્યવસ્થા, જે સામાન્ય માણસના જીવનનો આટલો મોટો હિસ્સો છે, તેને પણ રાજકારણનો અખાડો બનાવી દેવામાં આવ્યો. હાલત એવી હતી કે રેલવેની ભરતીમાં રાજકારણ થતું. ગરીબ લોકોની જમીન છીનવીને તેમને રેલવેમાં નોકરી અપાવી.

આ પણ વાંચો : Myanmar : સેનાની એર સ્ટ્રાઈકમાં ક્રુરતા, બાળકો-મહિલાઓ સહિત 100 લોકોના મોત

Back to top button