નેશનલ

આ મંદિરમાં લાગુ કરાયો ડ્રેસ કોડ, મિની સ્કર્ટ અને ફાટેલા જીન્સમાં નહીં મળે પ્રવેશ

Text To Speech

HD ન્યુઝ ડેસ્કઃ રાજસ્થાનના જયપુરમાં આવેલા ઝારખંડ મહાદેવ મંદિરે ભક્તો માટે ડ્રેસ કોડ રજૂ કર્યો છે, જેમાં તેમને ફાટેલા જીન્સ, શોર્ટ્સ, ફ્રોક્સ, નાઈટ સૂટ અને મિની સ્કર્ટ પહેરવાથી દૂર રહેવા કહ્યું છે.

આ છે નિયમઃ મંદિર પ્રશાસન દ્વારા મંદિરની બહારના દરવાજા પર લગાવવામાં આવેલા પોસ્ટરમાં તમામ મહિલાઓ અને પુરુષોને શિષ્ટ વસ્ત્રો પહેરીને મંદિરમાં આવવા વિનંતી કરવામાં આવી છે. પોસ્ટરોમાં ટૂંકા કપડા – હાફ પેન્ટ, બર્મુડા, મીની સ્કર્ટ, નાઈટ સૂટ, ફાટેલા જીન્સ, ફ્રોક ન પહેરીને આવવાનું કહેવામાં આવ્યું છે . ડ્રેસ કોડ વિશે ઝારખંડ મહાદેવ મંદિરના પ્રમુખ જયપ્રકાશ સોમાણીએ જણાવ્યું કે, ઘણા દિવસોથી અહીં આવતા ભક્તો આગ્રહ કરતા હતા કે જે લોકો ફાટેલા જીન્સમાં મંદિરમાં આવે છે, મિની સ્કર્ટમાં આવે છે, બરમુડા પહેરે છે. તે ભારતીય સંસ્કૃતિની વિરુદ્ધ છે.

JAIPUR- Humdekhengenews

આપણી સંસ્કૃતિનો ભાગ નથીઃ મંદિર સમિતિના અધ્યક્ષે કહ્યું કે ભવિષ્યમાં મંદિર માટે પરંપરાગત વસ્ત્રો પહેરવાની જોગવાઈ કરવામાં આવશે. સોમાણીએ કહ્યું કે મંદિરમાં આવનારા ભક્તો સાથે ચર્ચા કર્યા બાદ જ આ નિર્ણય લેવામાં આવ્યો છે. તેમણે કહ્યું કે ટૂંકા કપડાં, ફાટેલા જીન્સ એ આપણી સંસ્કૃતિનો ભાગ નથી. ભારતીય સંસ્કૃતિની રક્ષા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. મંદિર સમિતિના અધ્યક્ષ જયપ્રકાશ સોમાણીએ જણાવ્યું હતું કે હાલમાં ડ્રેસ કોડ માત્ર દર્શન માટે આવતા ભક્તો માટે જ લાગુ કરવામાં આવ્યો છે.

આ પણ વાંચોઃ સમાન નાગરિક સંહિતા પર મુસ્લિમ ધાર્મિક નેતાઓએ કહ્યું , અમે UCC સ્વીકારીશું નહીં

Back to top button