જયપુરમાં પૂર્વ ડેપ્યુટી સચિન પાયલટે એક દિવસીય ઉપવાસની જાહેરાત કર્યા બાદ કોંગ્રેસમાં રાજકીય ગરમાવો વધી ગયો છે. પૂર્વ ડેપ્યુટી સીએમ આજે એટલે કે 11મી એપ્રિલે તેમના કાર્યકર્તાઓ સાથે જયપુરમાં શહીદ સ્મારક પર ધરણા પર બેસવાના છે. 9 એપ્રિલે એક પ્રેસ કોન્ફરન્સમાં, પાયલટે વસુંધરા રાજે જ્યારે સીએમ હતા ત્યારે કૌભાંડો પર કાર્યવાહી ન કરવા પર ઉપવાસની જાહેરાત કરી હતી. બીજી તરફ આજે યોજાનાર આ ઉપવાસ કાર્યક્રમમાં પાયલટના સમર્થકો શહીદ સ્થળ પર એકઠા થવા લાગ્યા છે. આ ઉપવાસ સવારે 10 થી સાંજના 4 વાગ્યા સુધી ચાલશે. બીજી તરફ પાયલોટના ઉપવાસને લઈને પ્રદેશ કોંગ્રેસ એકમમાં ભારે હલચલ મચી ગઈ છે.
આ પણ વાંચો : Weather Update : કમોસમી વરસાદની આગાહી વચ્ચે અમદાવાદમાં યલો એલર્ટ !
श्री सुखजिंदर सिंह रंधावा, एआईसीसी राजस्थान प्रभारी द्वारा जारी किया गया बयान! pic.twitter.com/l0Z0kgXYW3
— INC Sandesh (@INCSandesh) April 10, 2023
રાજસ્થાન કોંગ્રેસ પ્રભારી સુખજિંદર સિંહ રંધાવાએ પાયલટના આ પગલાને પાર્ટી વિરોધી ગણાવ્યું છે. તેમણે સોમવારે મોડી રાત્રે એક નિવેદન જાહેર કરીને કહ્યું કે જો તેમને પોતાની સરકાર સામે કોઈ સમસ્યા હોય તો મીડિયા અને જનતાને બદલે પાર્ટીના પ્લેટફોર્મ પર તેની ચર્ચા કરવી જોઈએ. રાજ્યમાં કોંગ્રેસના ઈતિહાસમાં આ પહેલીવાર છે જ્યારે આટલા મોટા નેતા પોતાની જ પાર્ટી વિરુદ્ધ ભૂખ હડતાળ પર બેસશે. દરમિયાન, પ્રભારી સુખજિંદર સિંહ રંધાવા મંગળવારે બપોરે CM ગેહલોત અને પ્રદેશ અધ્યક્ષ ગોવિંદ સિંહ દોતાસરાને મળવા જયપુર પહોંચશે. સુખજિંદર સિંહ રંધાવાઆે કહ્યું હતું કે હું છેલ્લા 5 મહિનાથી AICCનો પ્રભારી છું, પરંતુ પાયલોટે ક્યારેય મારી સાથે આ મુદ્દે ચર્ચા કરી નથી. હું તેમના સતત સંપર્કમાં પણ છું અને હવે તેમને શાંતિપૂર્ણ રીતે વાતચીત કરવા અપીલ કરું છું. તેઓ પાર્ટીના મજબૂત આધારસ્તંભ છે. ત્યારે હવે સૌ કોઇની નજર હાલ પાયલટ પર છે, શું તે ધરણા કરશે કે કેમ ?